For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીદેવીના વૈક્સ સ્ટેચ્યૂની તસવીર આવી સામે, જોતાં જ રડી પડ્યા બોની કપૂર

શ્રીદેવીના વૈક્સ સ્ટેચ્યૂની તસવીર આવી સામે, જોતાં જ રડી પડ્યા બોની કપૂર

By Staff
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલીવુડની રીયલ ચાંદની એટલે કે શ્રીદેવી, ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યાં પરંતુ પોતાની ફિલ્મો દ્વારા હંમેશા આપણી યાદોમાં જીવિત રહેશે, તેમની હવા-હવાઈ છબીને લોકો ક્યારેય નહિ ભૂલી શકે કેમ કે સિંગાપુરમાં શ્રીદેવીનું વૈક્સ સ્ટેચ્યૂનું ઉદ્ઘાટન થઈ ગયું છે, આ સ્ટેચ્યૂ બિલકુલ શ્રીદેવી જેવું જ દેખાય છે, જે તેમની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના હિટ ગીત હવા-હવાઈના લુક પર આધારિત છે, આ સ્ટેચ્યૂને જોઈને એવું જ લાગે છે કે હમણાં મ્યૂજિક વાગશે અને શ્રીદેવી ડાંસ કરવા માંડશે.

શ્રીદેવીને યાદ કરતાં રડી પડ્યા બોની કપૂર

શ્રીદેવીને યાદ કરતાં રડી પડ્યા બોની કપૂર

જણાવી દઈએ કે સ્ટેચ્યૂના ઉદ્ઘાટન માટે બોની કપૂર પોતાની બંને દીકરી જાહ્નવી અને ખુશીને સાથે લઈને પહોંચ્યા હતા. બોનીના ભાઈ સંજય કપૂર પણ આ દરમિયાન હાજર હતા અને શ્રીદેવીની બેસ્ટ ફ્રેન્ડ પણ આ દરમિયાન જોવા મળી. બોની કપૂર આ દરમિયાન વાત કરતાં કરતાં જ રડી પડ્યા જ્યારે જાહ્નવી અને ખુશી પણ બાવુક થઈ ગયાં હતાં.

20 એક્સપર્ટ્સની ટીમે સ્ટેચ્યૂ તૈયાર કર્યું

20 એક્સપર્ટ્સની ટીમે સ્ટેચ્યૂ તૈયાર કર્યું

જણાવી દઈએ કે શ્રીદેવીનું વૈક્સ સ્ટેચ્યૂ 20 એક્સપર્ટ્સની ટીમે તૈયાર કર્યું છે, જે તૈયાર કરવામાં તેમને 5 મહિનાનો સમય લાગ્યો, પ્રાપ્ત જાણકારી મુજબ શ્રીદેવીનો ક્રાઉન, કફ્સ, ઈયરિંગ્સ અને ડ્રેસમાં રહેલ 3ડી પ્રિન્ટને કેટલાય ટેસ્ટ બાદ પૂરા કરવામાં આવ્યા છે.

ભારતીય સિનેમાની આઈકન

ભારતીય સિનેમાની આઈકન

આ વિશે વાત કરતા મેડમ તુસાદ સિંગાપુરના જનરલ મેનેજર એલેક્સ વોર્ડે કહ્યું કે શ્રીદેવી ભારતીય સિનેમાની આઈકન છે. તેમના વિના અલ્ટીમેટ ફિલ્મ સ્ટાર એક્સપીરિયન્સ જોન અધૂરો છે. અમને ખુશી છે કે મૈડમ તુસાદમાં શ્રીદેવીની લેગેસીને જગ્યા મળી.

બૉલીવુડના પહેલાં ફિમેલ સુપરસ્ટાર હતાં

બૉલીવુડના પહેલાં ફિમેલ સુપરસ્ટાર હતાં

આજે પણ વિશ્વાસ નથી થતો કે બૉલીવુડની ચાંદની આપણા બધાથી એટલી દૂર એવી જગ્યાએ ચાલી ગઈ છે જ્યાંથી તે ક્યારેય પરત નહિ ફરે. શ્રીદેવીએ પોતાની ખૂબસૂરત અદાઓથી સૌકોઈને પોતાના દીવાના બનાવ્યા હતા. 'ખુદા ગવાહ હૈ'ની તે શોખ પણ હતી અને ચંચલ પણ, તે માસૂમ પણ હતી અને સંજિદા પણ, તે શ્રેષ્ઠ અભિનેત્રી પણ હતાં અને કુશળ નૃત્યાંગના પણ, રૂપેરી પડદાની હવા-હવાઈ સુંદરી આવી રીતે ચાલી જતાં સૌકોઈને સદમા લાગ્યો હતો.

શ્રીદેવીએ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું

શ્રીદેવીએ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું

હિન્દી અને સાઉથ ફિલ્મોની મશહૂર હસ્તી શ્રીદેવીએ પોતાના આખા 50 વર્ષના સફળ કરિયરમાં 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2017માં તેમણે પોતાની અંતિમ ફિલ્મ મૉમ કરી હતી, જેના માટે તેમને મરણોપરાંત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ અવોર્ડ પણ મળ્યો.

‘ઉંમર' વિશેની આ વાત પર ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા તો નિક જોનસે આપ્યો જોરદાર જવાબ‘ઉંમર' વિશેની આ વાત પર ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા તો નિક જોનસે આપ્યો જોરદાર જવાબ

English summary
Boney Kapoor weeps in front of pictures of Sridevi's wax statue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X