ભૂતનાથ રિટર્ન્સે 25 કરોડ કમાવ્યાં, પાર્ટી તો બનતી હૈ...
મુંબઈ, 17 એપ્રિલ : લાંબા સમય બાદ બાળકોને કોઈ ફિલ્મ પસંદ આવી રહી છે. તેથી ફિલ્મ હિટ થઈ છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ ગત શુક્રવારે રિલીઝ થયેલ ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સની. ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મે ચૂંટણીના માહોલ વચ્ચે માત્ર પાંચ જ દિવસમાં 25 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની આવી સિદ્ધિની ઉજવણી કરવા માટે તાજેતરમાં જ એક સક્સેસ પાર્ટી યોજવામાં આવી કે જેમાં અમિતાભ બચ્ચન સહિત ફિલ્મની આખી ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ભૂતનાથ રિટર્ન્સની સફળતાથી જ ખુશ થઈ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે જણાવ્યું છે કે તેઓ ફિલ્મની ત્રીજી સિક્વલ બનાવવા અંગે વિચારી રહ્યાં છે. સામાજિક સંદેશો આપનતી ભૂતનાથ રિટર્ન્સમાં લોકોને અમિતાભ, બોમન ઈરાની, ઉષા જાધવ તથા પાર્થ ભાલેરાવનું કામ ખૂબ જ ગમી રહ્યું છે અને ફિલ્મ હજીય સફળતાપૂર્વક બિઝનેસ કરી રહી છે. ફિલ્મને ચારેબાજુથી વખાણ મળી રહ્યાં છે. અમિતાભે તો બાળ કાલાકાર પાર્થ ભાલેરાવને જ ફિલ્મનો નાયક ઠેરવી દીધો છે. ફિલ્મમાં હની સિંહનું ગીત પણ છે.
ચાલો જોઇએ ફિલ્મની સક્સેસ પાર્ટીની તસવીરી ઝલક :

ભૂતનાથ રિટર્ન્સની સક્સેસ પાર્ટી
ભૂતનાથ રિટર્ન્સની સક્સેસ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, પાર્થ ભાલેરાવ અને ઉષા જાધવ હાજર રહ્યા હતાં.

પચ્ચીસ કરોડની કમાણી
ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મે પહેલા પાંચ દિવસમાં જ પચ્ચીસ કરોડથી વધુ કમાણી કરી લીધી છે.

સામાજિક સંદેશો
ભૂતનાથ રિટર્ન્સ ચૂંટણીના માહોલ વચ્ચે મતદાન જાગૃતિ અને સામાજિક સંદેશો પાઠવે છે.

પાર્થ જ હીરો
અમિતાભ બચ્ચને ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મના હીરો તરીકે ઠેરવ્યાં છે.

બોમન પણ હિટ
મુન્નાભાઈ એમબીબીએસ સાથે કૅરિયર શરૂ કરનાર બોમન ઈરાનીએ ભૂતનાથ રિટર્ન્સમાં પણ અગાઉ જેવા જ વ્યંગ્યાત્મક વિલનની ભૂમિકા ભજવી છે.

રમેશ-બોમન-રોશન
ભૂતનાથ રિટર્ન્સની સક્સેસ પાર્ટીમાં બોમન ઈરાની સાથે રમેશ સિપ્પી અને રોશન સિપ્પી પણ હાજર રહ્યા હતાં.

ઉષા જાધવ
ભૂતનાથ રિટર્ન્સની સક્સેસ પાર્ટીમાં ઉષા જાધવ.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
