મટરૂ કી બિજલી કા મંડોલાનું ડલ ઓપનિંગ
મુંબઈ, 11 જાન્યુઆરી : આજે થિયેટરોમાં વિશાલ ભારદ્વાજની બહુચર્ચિત ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા રિલીઝ થઈ છે. ફિલ્મ પાસે જેવી અપેક્ષા હતી, તેવી તે નથી. ફિલ્મની ઓપનિંગ ડલ છે. ફિલ્મી વિશ્લેષકોની માનીએ તો કડકડતી ઠંડી અને પંજાબી લવ સ્ટોરીની ફિલ્મના બિઝનેસ પર અસર પડી છે. એટલું જ નહીં ફિલ્મ અંગે પ્રથમ દિવસે મિશ્ર પ્રત્યાઘાતો સાંપડ્યા છે. કેટલાંક લોકોએ આ ફિલ્મને બકવાસ ગણાવી, તો કેટલાંકને તે મનોરંજક લાગી છે. ખેર, આ તો પ્રથમ દિવસના કેટલાંક શોની રિપોર્ટ છે. હજી તો બૉક્સ ઑફિસ રિપોર્ટ આવવાની બાકી છે.

આપને જણાવી દઇએ કે મટરૂ કી બિજલી કા મંડોલા એટલે કે એમબીએમમાં મંડોલા એક એવો પૈસાવાળા બિઝનેસમૅન છે કે જે હરિયાણાના ગામના ખેડૂતોની જમીન પચાવી શોપિંગ કૉમ્પ્લેક્સ બનાવવા માંગે છે. તેમાં તેનો સાથ આપે છે ધારાસભ્ય શબાના આઝમી કે જેની દાનત મંડોલાના પૈસા પર બગડી છે. તેથી તે મંડોલાની પુત્રી અનુષ્કા સાથે પોતાના પુત્ર આર્ય બબ્બરના લગ્ન કરવા માંગે છે.
જોકે લોકોનું કહેવું છે કે ફિલ્મનું નબળુ પાસું ઇમરાન ખાન છે કે જેમને જોઈને લાગે છે કે જાણે તેઓ પરાણે અભિનય કરતાં હોય, જ્યારે બાકીના તમામ કલાકારાઓ બહેતરીન અભિનય કર્યો છે.












Click it and Unblock the Notifications
