Box Office: ભારતનું પહેલું વિકેન્ડ કલેક્શન, સુપરહિટ સલમાન ખાન
ઈદ પર સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર હિટ થઈ ચુકી છે. ફિલ્મએ તેના વિકેન્ડ પર જ 150 કરોડનો આંકડો પાર કર્યો છે.
ઈદ પર સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર હિટ થઈ ચુકી છે. ફિલ્મએ તેના વિકેન્ડ પર જ 150 કરોડનો આંકડો પાર કર્યો છે. આ સાથે, તે આ વર્ષની ટોપ ત્રણ ફિલ્મોમાં સામેલ થઇ ચુકી છે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી ભારત બુધવારે રિલીઝ થઇ હતી. 42.30 કરોડ રૂપિયાની જબરદસ્ત ઓપનિંગ પછી પણ ફિલ્મએ બોક્સ ઓફિસ પર તેની ગતિ જાળવી રાખી. રવિવારના રોજ, આ ફિલ્મએ લગભગ 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જણાવી દઈએ કે, 'ભારત' 100 કરોડ ક્લબમાં સલમાન ખાનની 14 મી ફિલ્મ છે. વર્ષ 2010 માં રિલીઝ દબંગ પછી સલમાનની રિલીઝ બધી ફિલ્મોએ 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ રેકોર્ડ ભાગ્યે જ કોઈ એક્ટર તોડી શકે.
આ પણ જુઓ: તો શું બિગ બોસ 13 માં દેખાશે આ 20 સ્ટાર્સ? ચોંકાવનારા નામ
તેમ છતાં, 100 કરોડના બજેટ પર બનેલી ભારત હવે તેનું બજેટ પાર કરી ચુકી છે અને પ્રોફિટ કમાઈ રહી છે. સોમવારે ફિલ્મની કમાણી કેટલી ઘટે છે, તે ફિલ્મની વાસ્તવિક પરીક્ષા હશે. ટ્રેડ પંડિતો અનુસાર, પ્રથમ અઠવાડિયા સુધી ફિલ્મએ 200 કરોડ ક્લબમાં પ્રવેશ કરી લેવો જોઈએ. ક્રિકેટ વર્લ્ડ કપની પણ કેટલીક અસર બોક્સ ઓફિસ પર જોવા મળી છે.
અહીં જાણો 2019 ની ટોપ ફિલ્મો -

ઉરી
વિકી કૌશલની ફિલ્મ ઉરી 2019 ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ઉરીએ 244 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ઓલ ટાઇમ બ્લોકબસ્ટર રહી.

ટોટલ ધમાલ
અજય દેવગન - અનિલ કપૂર - માધુરી દીક્ષિતની ટોટલ ધમાલએ 154.30 કરોડનું કલેક્શન કર્યું છે. આ કૉમેડી મૂવી પણ હિટ રહી છે.

કેસરી
અક્ષય કુમારની આ ફિલ્મએ 153 કરોડનું કલેક્શન કર્યું છે. આ અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરનાર બૉલીવુડ ફિલ્મ છે.

ગલી બોય
રણવીર સિંહ-આલિયા ભટ્ટની ગલી બોયએ 137 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ હિટ રહી છે.

મણિકર્નિકા
કંગના રનૌતની મણિકર્નિકાએ 100.05 કરોડનું કલેક્શન કર્યું છે. ઊંચા બજેટને કારણે, ફિલ્મ એવરેજ રહી છે.

દે દે પ્યાર દે
અજય દેવગન, તબુ, રકુલ પ્રીત સ્ટારર, આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મએ 97 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ હિટ રહી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
