PICS : અર્જુનન-સોનાક્ષીના દમદાર તેવર, જુઓ 10 દિલધડક સીન્સ
મુંબઈ, 11 નવેમ્બર : અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ તેવરનું ટ્રેલર ગઈકાલે સાંજે લૉન્ચ થઈ ગયું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો અર્જુન-સોનાક્ષી, મનોજ બાજપાઈ, નિર્માતા બોની કપૂર, સંજય કપૂર, સતીશ કૌશિક, પ્રભુ દેવા તથા રમેશ તૌરાની હાજર હતાં.
તેવર તેલુગુ સુપર હિટ ફિલ્મ ઓક્કાડુની રીમેક છે. તેલુગુમાં મહેશ બાબૂ તથા ભૂમિકા ચાવલા લીડ રોલમાં હતાં. તેવર દ્વારા અર્જુન કપૂર પહેલી વખત પોતાના પિતા સાથે કામ કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે તેવર ફિલ્મનું દિગ્દર્શન અમિત શર્માએ કર્યુ છે, જ્યારે બોની કપૂર તથા સંજય કપૂરે ફિલ્મ પ્રસ્તુત કરી છે. સંગીત સાજિદ-વાજિદે આપ્યુ છે. ફિલ્મમાં અર્જુન, સોનાક્ષી, મનોજ ઉપરાંત કાદર ખાન અને શ્રુતિ હસન પણ મહત્વના રોલમાં છે. તેવર ફિલ્મ 9મી જાન્યુઆરી, 2015ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર લાગે છે અને અર્જુન કપૂર ઇશકઝાદે બાદ કદાચ પહેલી વખત એંગ્રી યંગ મૅનના રોલમાં નજરે પડી રહ્યા છે. બીજી બાજુ ટ્રેલરમાં સોનાક્ષી સિન્હા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે મનોજ બાજપાઈને ઘણા દિવસો બાદ નેગેટિવ રોલમાં જોવા રસપ્રદ રહેશે. લાગે છે કે મનોજ બાજપાઈ ફરી એક વાર રૂપેરી પડદે પોતાની એક્ટિંગનો જાદૂ બતાવવા તૈયાર છે.
ચાલો જોઇએ તેવર ફિલ્મની 10 દિલધડક તસવીરો :

અર્જુનની એન્ટ્રી
તેવરમાં અર્જુન કપૂરની ધડાકાભેર એન્ટ્રી થાય છે. તેઓ ગુંડાને બાહોથી પકડીને ધોલાઈ કરે છે.

સ્ટંટ
પહેલી વખત અર્જુન કપૂરે પોતે સ્ટંટ સીન્સ કર્યા છે.

અર્જુન-મનોજ
મનોજ બાજપાઈના માથાને કાર સાથે અફડાવતાં અર્જુન.

મનોજનું રિએક્શન
અર્જુનના વાર સામે મનોજનું રિએક્શન.

પીછો
અર્જુન અને સોનાક્ષી સિન્હાનું બાઇક દ્વારા પીછો કરવાનું દિલધડક સીન.

સોનાનું સ્ટંટ
બિલ્ડિંગની ટોચથી નીચે પડતા સોનાક્ષી સિન્હા.

એક્શન
વધુ એક એક્શન સીનમાં ગુંડાની ધોલાઈ કરતાં અર્જુન.

પંચ
અર્જુનનો પંચ પડતા જ ગુંડો હવામાં ઉડે છે.

સોનાનો સૌંદર્ય
સોનાક્ષી સિન્હા ટ્રેલરમાં ખૂબ જ સુંદર દેખાય છે.

ધ એન્ડ
અર્જુન કપૂર ગુંડાઓની ધોલાઈ કરી તેમની જમીનદોસ્ત કરી નાંખે છે અને આ સાથે ટ્રેલર પૂરૂ થઈ જાય છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
