For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SEE PICS : શાહરુખને બ્રિટિશ સંસદે આપ્યો ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 ઑક્ટોબર : બૉલીવુડ બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાનના કૅરિયરમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ ગઈ છે. શાહરુખને હિન્દી સિનેમા જગતમાં અભૂતપૂર્વ ફાળો આપવા બદલ બ્રિટિશ સંસદે ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડ 2014 વડે સન્માનિત કર્યાં છે. શાહરુખને આ પુરસ્કાર શનિવારે હાઉસ ઑફ કૉમન્સના પ્રમુખ જ્હૉન બર્સોએ આપ્યું.

શાહરુખ ખાને આ માહિતી ટ્વિટર ઉપર આપી. તેમણે લખ્યું - હવે ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડ લેવા સંસદમાં છું... ધન્ય અને આભારી છું. આપનો આભાર. શાહરુખની આ સિદ્ધિ પર તેમના ફૅન્સ ખુશ છે. તેમને લોકો ટ્વિટર પર અભિનંદન પાઠવી રહ્યાં છે. શાહરુખને હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના કો-સ્ટાર બોમન ઈરાનીએ પણ અભિનંદન પાઠવ્યાં. બોમને ટ્વીટ કર્યું - આપની ઉપર નાઝ છે... ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડથી નવાઝાતાં બહુ ગૌરવ છે.

નોંધનીય છે કે આ પુરસ્કાર વડે અગાઉ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને હૉલીવુડ અભિનેતા જૅકી ચાન પણ સન્માનિત થઈ ચુક્યાં છે. શાહરુખ ખાન હાલમાં હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ અંગે ચર્ચામાં છે કે જેમાં તેમના હીરોઇન દીપિકા પાદુકોણે છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ અને વિવાન શાહ પણ છે. 24મી ઑક્ટોબરે રિલીઝ થતી ફિલ્મના દિગ્દર્શક ફરાહ ખાન છે.

ચાલો જોઇએ શાહરુખના સન્માન સમારંભની તસવીરો :

ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડ 2014

ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડ 2014

શાહરુખને હિન્દી સિનેમા જગતમાં અભૂતપૂર્વ ફાળા બદલ બ્રિટિશ સંસદે ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડ 2014 વડે સન્માનિત કર્યા છે.

જ્હૉન બર્સો

જ્હૉન બર્સો

શાહરુખને આ પુરસ્કાર હાઉસ ઑફ કૉમન્સના પ્રમુખ જ્હૉન બર્સોએ આપ્યુ હતું.

ટ્વિટર પર અભિનંદન વર્ષા

ટ્વિટર પર અભિનંદન વર્ષા

શાહરુખને આ સિદ્ધિ બાદ ટ્વિટર પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

શાહરુખ હાલ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ અંગે ખૂબ જ ચર્ચામાં છે.

અમિતાભ-ઐશ બાદ

અમિતાભ-ઐશ બાદ

ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડ અગાઉ અમિતાભ, ઐશ્વર્યા અને જૅકી ચાનને મળી ચુક્યો છે.

હવે જુઓ આર્યનના કારનામા

હવે જુઓ આર્યનના કારનામા

MMS Leaked : શાહરુખનો દીકરો આર્યન છે આ Nude Man?, જુઓ Video

English summary
Bollywood actor Shahrukh Khan has been presented with the Global Diversity Award at the State Room of Britains House of Commons in London on 4th October 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X