Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'Bulli Bai' Row: જાવેદ અખ્તરે પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા સવાલ, જાણો કોને કહ્યુ Idiots?

બુલ્લી બાઈ' એપ મુદ્દે જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.

નવી દિલ્લીઃ 'બુલ્લી બાઈ' એપને લઈને થયેલો હોબાળો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. નેતાઓથી લઈને અભિનેતાઓ સુધી આ મામલે પીએમ મોદી પાસે જવાબ માંગી રહ્યા છે. વળી, હવે આ મુદ્દે જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. જાવેદ અખ્તરે એક ટ્વિટ દ્વારા આ મુદ્દે પોતાની પીડા વ્યક્ત કરી છે.

જાવેદ અખ્તરે પૂછ્યુ - શું આ જ છે સહુનો સાથ?

જાવેદ અખ્તરે પૂછ્યુ - શું આ જ છે સહુનો સાથ?

જાવેદ અખ્તરે ટ્વિટ કર્યુ છે કે, 'આ મામલે લોકોનુ મૌન જોઈને તે હેરાન છે. સેંકડો મહિલાઓની ઑનલાઈન હરાજી થઈ રહી છે. અહીં ધર્મ સંસદ ચાલી રહી છે જેમાં સેના અને પોલિસને કહેવામાં આવી રહ્યુ છે કે તે જઈને 20 કરોડ ભારતીયોનો નરસંહાર કરે. આ બધા મામલે ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી અને અન્ય લોકોનુ મૌન જોઈને હું ઘણો દુઃખી છુ.'

'Idiots એ મારા પરદાદાને ગાળો દેવાનુ શરુ કરી દીધુ'

'Idiots એ મારા પરદાદાને ગાળો દેવાનુ શરુ કરી દીધુ'

76 વર્ષીય ગીતકાર જાવેદ અખ્તરે કહ્યુ કે જે પણ થઈ રહ્યુ છે તે ઘણુ પરેશાન કરનારુ છે. તેમણે આ અંગે વધુ એક ટ્વિટ કર્યુ જેમાં તેમણે લખ્યુ કે, 'જે ક્ષણ મે મહિલાઓની ઑનલાઈન હરાજી સામે અવાજ ઉઠાવ્યો, એ વખતે ગોડસેનુ મહિમામંડન કરનારા અને સેના પોલિસને નરસંહારનો ઉપદેશ આપનારા લોકોએ મારા પરદાદા સ્વતંત્રતા સેનાનીઓ ગાળો આપવાનુ શરુ કરી દીધુ જેમનુ મૃત્યુ 1964માં કાળા પાણીમાં થયુ હતુ. આવા લોકો Idiots છે.'

એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

તમને જણાવી દઈએ કે 'બુલ્લી બાઈ' એપ પર અમુક ચર્ચિત મુસ્લિમ મહિલાઓના ફોટા સાથે છેડછાડ કરીને હરાજી માટે પોસ્ટ કરવામાં આવી હતી. આ પહેલા 'સુલ્લી બાઈ' એપ પર પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. આ એપના સમાચાર સામે આવ્યા બાદ વિવાદ શરુ થઈ ગયો છે. રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતા આ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે. જો કે 'બુલ્લી બાઈ' એપ સામે અવાજ ઉઠાવવા પર પોલિસે કાર્યવાહી કરી છે. પોલિસે એક શંકાસ્પદ વ્યક્તિની પણ બેંગલુરુથી ધરપકડ કરી છે.

શું છે આ 'બુલ્લી બાઈ' એપ

શું છે આ 'બુલ્લી બાઈ' એપ

આ અંગે જાવેદ અખ્તરના પુત્ર ફરહાન અખ્તરે પણ ટ્વિટ કર્યુ હતુ જેમાં તેમણે કહ્યુ હતુ કે, 'આ બિમાર કરી દેનાર છે. આ ઘટિયા કામ પાછળ જેનો હાથ છે તેની સામે ત્વરિત અને કઠોર કાર્યવાહી માટે પોલિસને અનુરોધ કરુ છુ.' 'બુલ્લી બાઈ' એપ 1 જાન્યુઆરીના રોજ પ્રકાશમાં આવી. જેના પર ક્લિક કરવા પર એક મુસ્લિમ મહિલાને 'બુલ્લી બાઈ' તરીકે શો કરવામાં આવે છે. તેના ફોટા પર ક્લિક કરવા પર તેના વિશે અશ્લીલ વાતો સામે આવે છે અને ત્યારબાદ તેની હરાજી માટે બોલી લગાવવામાં આવે છે. આ એપ સામે હાલમાં સામાન્યથી લઈને ખાસ લોકો વિરોધ કરી રહ્યા છે અને વહેલી તકે આની સામે એક્શનની વાત કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X