Cannes 2023 : બાર્બી ડોલ લુકમાં રેડ કાર્પેટ પર ઉતરી મૌની રૌય, બ્લૂ લુકમાં આગ બનીને કેમેરા સામે આવી
દુનિયાભરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધુમ ચાલી રહી છે. આ વખતે કાન્સમાં બોલિવૂડની હસીનાઓનો જલવો જોવા મળ્યો છે. આ લિસ્ટમાં મૌની રોયનું નામ પણ છે. મૌની રોય કાન્સના રેડ કાર્પેટ પર બાર્બી ડોલ બનીને ઉતરી હતી.
ટીવીની દુનિયાથી બોલિવૂડમાં આવેલી મૌની રોયના બે લુક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી વાયરલ થઈ રહ્યા છે. મૌનીના બન્ને લુક આજની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મૌની રોય તેના કાન્સ લુકમાં બાર્બી લાગી રહી છે. તેની સ્ટાઈલ ખૂબ જ ખાસ છે અને તેના ચાહકો તેના પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સિવાય મૌની રોયે બીજો લુક શેર કર્યો, જેમાં તે બ્લુ ડ્રેસમાં અદભૂત લાગી રહી છે.
નીચેથી સાવ ખુલ્લા ડ્રેસમાં મૌની કમાલની બોલ્ડ લાગી રહી છે. સફેદ ડ્રેસ સાથે તસવીરો શેર કરતાં તેને લખ્યું કે, ડેબ્યૂ, કાન્સના રેડ કાર્પેટ પર આજે રાત્રે ડેબ્યૂ, મારી પાસે આભાર માનવા માટે સૌથી પ્રિય લોકો છે...સૌથી પહેલા મારા @trishilagoculdas.
આ સાથે તેણે ઘણા લોકોને ટેગ કર્યા છે. મૌનીએ બ્લુ ડ્રેસની તસવીરો શેર કરતા લખ્યું કે, કેઝ્યુઅલ ઇન કેન્સ ઇન માય ફેધર ડ્રેસ અને ફેધર હેટ. હવે ફેન્સ મૌનીના આ લુક પર કોમન્ટ અને લાઈક કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, મૌની રોય સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. મૌની તેના હોટ એન્ડ બોલ્ડ ફોટોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. લગ્ન પછી મૌની રોયે તેના પતિ સાથે એક પછી એક ઘણા બોલ્ડ ફોટો શેર કર્યા હતા. બોલિવૂડમાં આવ્યા પછી મૌની રોજ વધુ બોલ્ડ બની રહી છે.












Click it and Unblock the Notifications
