Pics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019: ઐશ્વર્યા રાય સોનાની જેમ રેડ કાર્પેટ પર ચમકી

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં ઐશ્વર્યા રાયનું સ્વાગત થઈ ચૂક્યુ છે અને હવે ત્રણ દિવસ સુધી ઐશ્વર્યા રાયના સ્ટાઈલ સ્ટેટમેન્ટ ચર્ચાનો વિષય બનશે.

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં ઐશ્વર્યા રાયનું સ્વાગત થઈ ચૂક્યુ છે અને હવે ત્રણ દિવસ સુધી ઐશ્વર્યા રાયના સ્ટાઈલ સ્ટેટમેન્ટ ચર્ચાનો વિષય બનશે. પહેલા દિવસે રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય એક સોનેરી ગાઉનમાં જોવા મળી જેમા તે જલપરીથી કમ નહોતી લાગતી. ઐશ્વર્યા રાય આ ગાઉન સાથે રેડ કાર્પેટ પર સોનાની જેમ ચમકી રહી હતી. ઐશ્વર્યા રાયનું આ ગાઉન બનવામાં 200 કલાક લાગ્યા હતા. તેમના ડિઝાઈનર જીન લુઈસ સાબજીએ જણાવ્યુ કે આ કોઈ સિલ્ક કે શિફોન નથી પરંતુ તેમનુ ગાઉન 18 મીટર લેધરથી બનાવવામાં આવ્યુ છે અને ત્યારબાદ બધા હિસ્સાને એકસાથે જોડવામાં આવ્યા.

રેડ કાર્પેટનો પહેલો લુક

રેડ કાર્પેટનો પહેલો લુક

રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય કંઈ એ રીતે જલપરી બનેલી જોવા મળી અને એક વાર ફરીથી તેમને જોઈને ફેન્સના ધબકારા વધી ગયા.

આરાધ્યાએ જીત્યુ દિલ

આરાધ્યાએ જીત્યુ દિલ

આ વખતે આરાધ્યા પણ પોતાની મમ્મી સાથે પૂરા ફોર્મ અને અદાઓ સાથે ચાલતી જોવા મળી. આરાધ્યાના ફોટા પણ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સુંદર મઝાનું ગાઉન

સુંદર મઝાનું ગાઉન

આ ઈવેન્ટ માટે આરાધ્યાએ એક ખૂબ જ સુંદર મઝાનું ગાઉન પસંદ કર્યુ હતુ અને આ પીળો રંગ તેના પર ખૂબ જચી રહ્યો હતો. કુલ મળીને તે પણ પરફેક્ટ કેન્સ પ્રિન્સેસ લાગી રહી હતી.

જરા સા ઘૂમ લુ મે

જરા સા ઘૂમ લુ મે

આજકાલ આરાધ્યા બચ્ચન ડાંસ શીખી રહી છે તો તેને કેમેરા સામે થોડો ડાંસ બતાવવામાં સ્હેજ પણ સંકોચ થયો નહિ અને આ ફોટા જોઈને ફેન્સ ઘણા ખુશ છે.

જલપરી બની ઐશ્વર્યા રાય

જલપરી બની ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયને રેડ કાર્પેટ પર જોઈને એવુ લાગી રહ્યુ હતુ કે જાણે તે કોઈ જલપરી હોય. તેમનુ ગાઉન તેમના પર ખૂબ સુંદર લાગી રહ્યુ હતુ અને તે દર વખતની જેમ કોન્ફિડન્ટ.

ઐશ્વર્યાનું ગાઉન Mythology સાથે જોડાયેલુ

ઐશ્વર્યાનું ગાઉન Mythology સાથે જોડાયેલુ

ઐશ્વર્યા રાય બચ્ચનનું ગાઉન અને આખો લુક ગ્રીક માયથોલોજીથી પ્રેરિત હતો. આવુ ઐશ્વર્યાના ડિઝાઈનરે જણાવ્યુ. તેના આખા લુકને સોનેરી રાખવામાં આવ્યો હતો.

બસ એક ઝલક

બસ એક ઝલક

ઐશની એક ઝલક મેળવવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે અને કાન્સ વિશે વાત કરવામાં આવે તો ઐશ્વર્યા કાન્સની ક્વીન છે. લોકોને એ જાણવા માટે હંમેશા ઉત્સુકતા રહે છે કે ઐશ્વર્યા રાય શું પહેરશે.

લૉરિયલની ઈવેન્ટ

લૉરિયલની ઈવેન્ટ

ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં લૉરિયલ ઈન્ટરનેશનલની પ્રતિનિધિ બનીને જાય છે. તે ઉપરાંત સોનમ કપૂર પણ આ ઈવેન્ટનો હિસ્સો રહે છે.

આવનારા દિવસોની રાહ

આવનારા દિવસોની રાહ

આ તો ઐશ્વર્યા રાયની શરૂઆત છે. આવનારા દિવસોમાં તે કયા ઈવેન્ટમાં શું પહેરશે, આના પર બધાની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયે 2002માં પોતાના કાન્સ ફેસ્ટીવલનું ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ દર વર્ષે ઐશ્વર્યા રાયને રેડ કાર્પેટ પર જોવા માટે લોકો રાહ જુએ છે. જો કે ઐશ્વર્યાને તેના સ્ટાઈલ, મેકઅપ માટે ટીકાઓ પણ સહન કરવી પડી છે પરંતુ તેના આત્મવિશ્વાસમાં કોઈ કમી નથી આવી. આજે પણ તે પોતાના લુક સાથે એટલા જ એક્સપેરિમેન્ટ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X