ટીવી રિયલિટી શો માટે પુરતો સમય નથી રવીના પાસે

મુંબઈ, 27 મે : બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડન કહે છે કે તેઓ રિયલિટી કાર્યક્રમોની માંગ મુજબ સમય નથી આપી શકતાં. રવીનાએ નાના પડદે ચક દે બચ્ચે શોમાં જજની ભૂમિકા ભજવી હતી અને ઇસી કા નામ ઝિંદગી કાર્યક્રમને હોસ્ટ કર્યુ હતું. તેઓ ટીવી ઉપર આ પ્રકારના કાર્યક્રમો આગળ પણ કરવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ તેમના પાસે પુરતો સમય નથી.

raveena-tandon

રવીના ટંડન સમયના અભાવના કારણે ટેલીવિઝન એટલે કે નાના પડદાની બે ઑફર ઠુકરાવી ચુક્યાં છે. તેમણે જણાવ્યું - ઘણી ઑફર્સ આવી. તાજેતરમાં જ મેં બે ઑફર્સ ઠુકરાવી દીધી, કારણ કે તેમના શૂટિંગ માટે બહુ વધારે સમય લાગવાનો હતો. મને ઝડપથી કામ પતાવવું ગમે છે.

મસ્ત મસ્ત ગર્લ રવીના પોતાના કૅરિયરના આ તબક્કાએ સંતુષ્ટ અને ખુશ છે. તાજેતરમાં જ તેમણે પોતાની આવનાર ફિલ્મ ગિન લિયા આસમાનનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ બાળકો અંગેની ફિલ્મ છે કે જેમાં રવીના ટંડન એક છ વર્ષના બાળકના માતાના રોલમાં છે.

તેમણે જણાવ્યું કે ગિન લિયા આસમાન ફિલ્મનું શૂટિંગ પતી ગયું છે અને ટુંકમાં જ તે રિજીળ થશે. હાલ તેઓ એક તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. ઉપરાંત એક તામિળ ફિલ્મ શોભના 7 નાઇટ્સમાં પણ વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X