સેલિનાએ પોસ્ટ કરી બાથટબમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર

Posted By:
Subscribe to Oneindia News

સેલિના જેટલી થોડા સમય પહેલાં જ બિકિનીમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરને કારણે ચર્ચામાં આવી હતી. ફરી એકવાર સેલિનાનો એ પ્રકારનો જ એક ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે અને આ ફોટો તેની આગળની તસવીર કરતાં ઘણો બોલ્ડ છે. સેલિનાએ આ તસવીર સાથે મધરહુડ અને પ્રેગનન્સી પર એક પાવરફુલ મેસેજ પણ આપ્યો છે.

બાથટબમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી સેલિના

બાથટબમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી સેલિના

સેલિના જેટલીએ આ તસવીર એક્સક્લૂઝિવલી પિંકવિલા સાથે શેર કરી હતી. તે હાલ ઑસ્ટ્રિયામાં પોતાના પતિ પીટર સાથે બેબીમૂનની મજા માણી રહી છે. આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવાની સાથે તેણે મહિલાઓને પ્રેગનન્સી અંગે સુંદર મેસેજ પણ આપ્યો હતો. તેણે લખ્યું હતું કે, મહિલાઓએ પ્રેગનન્સી દરમિયાન તેમના શરીરમાં થતા ફેરફારોને મધરહુડ પ્રોસેસના એક ભાગ તરીકે લેવા જોઇએ.

સેલિનાના પતિએ લીધી હતી તસવીર

સેલિનાના પતિએ લીધી હતી તસવીર

તે આગળ લખે છે કે, 'ઘણી મહિલાઓ પ્રેગનન્સી દરમિયાન પોતાના ફિગરને લઇને કોન્શિયસ થઇ જતી હોય છે. પરંતુ ખરેખર તે તેમણે એનું સ્વાગત કરવું જોઇએ, તેમણે આભાર માનવો જોઇએ કે તેમનું બોડી એક બીજા જીવને જન્મ આપવા માટે સક્ષમ છે. આથી જ જ્યારે મારા પતિએ આ તસવીર લીધી તો હું ખૂબ ખુશ થઇ હતી.'

બિકિનીમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી સેલિના

બિકિનીમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી સેલિના

આ પહેલા સેલિનાએ બિકિનીવાળી આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે જ તણે મહિલાઓને પ્રેગનેન્સી અને ફિટનેસ પર ખૂબ સુંદર મેસેજ આપ્યો હતો. સેલિનાએ આ તસવીર સાથે લખ્યું હતું કે, ઘણા લોકો કદાચ પ્રેગનન્સીમાં બિકિની ફોટો પોસ્ટ કરવા બદલ ખોટો અભિપ્રાય બાંધી બેસે.

મન અને શરીરને ફ્રેશ રાખો

મન અને શરીરને ફ્રેશ રાખો

આ તસવીર શેર કરવા પાછળનું કારણ સ્પષ્ટ કરતાં તેણે લખ્યું હતું કે, 'હું માનું છું કે આપણી સોસાયટીમાં સ્ટિરિયોટાઇપ મેન્ટાલિટી તોડવાની જરૂર છે. ખાસ કરીને પ્રેગનન્સી દરમિયાન. બેવાર ટ્વીન્સ બાળકો સાથે પ્રેગનન્ટ થયા બાદ હું શીખી છું કે, આપણે પૌષ્ટિક આહાર અને કસરત દ્વારા મન અને શરીરને ફ્રેશ અને ફિટ રાખવાની જરૂર છે. બ્યૂટી, હેલ્થ અને સ્ટ્રેન્થ દરેક સાઇઝ અને શેપમાં આવી શકે છે.'

ટ્વીન્સ બાળકો

ટ્વીન્સ બાળકો

નોંધનીય છે કે, સેલિનાએ લગ્ન બાદ માર્ચ 2012માં બે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યા હતા, વિન્સ્ટન અને વિરાજ. હવે ફરી એકવાર તે ટ્વીન્સ બાળકોને જ જન્મ આપવા જઇ રહી છે. તે હાલ પોતાના પતિ પીટર હાગ સાથે સિંગાપુર/દુબઇમાં સેટલ છે, જેની સાથે તેણે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા.

English summary
Celina Jaitly flaunts her baby bump in a bath tub and the picture is now the talk of the town. Celina is pregnant with twins and is currently in Austria.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.