
સલમાન ખાન અને તેની બહેન અલવીરાને ચંદીગઢ પોલીસે મોકલ્યુ સમન, છેતરપિંડીનો આરોપ
ચંદીગઢ પોલીસે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને સાત અન્ય સામે સમન્સ જારી કર્યું છે. આ સમન્સ એક વેપારીના ભાગે છેતરપિંડીની ફરિયાદના આધારે જારી કરાઈ છે. ચંદીગઢના એક ઉદ્યોગપતિએ તેની સાથે સલમાનની કંપની 'બીઇંગ હ્યુમન' ના નામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ચંદીગઢ સ્થિત ઉદ્યોગપતિ અરૂણ ગુપ્તાએ કંપની બીઇંગ હ્યુમન, સલમાન ખાન અને અન્ય સામે છેતરપિંડીનો આ કેસ દાખલ કર્યો છે. ચંદીગઢ SP કેતન બંસલે આ વાતની પુષ્ટિ કરી છે. ફરિયાદ બાદ સમન્સ જારી કરાયા છે. સમન્સ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ફરિયાદી અરુણ ગુપ્તાએ કહ્યું છે કે કંપનીએ તેમને શોરૂમ ખોલવા કહ્યું હતું. જેના માટે તેણે 2 કરોડ ખર્ચ કર્યા હતા. સલમાનના શોરૂમના ઉદઘાટન પર આગમન થવાની ચર્ચા થઈ પણ તે થયું નહીં. ગુપ્તાએ સલમાન ખાન સાથે તેની તસવીરો પણ બતાવી છે. તેમનું કહેવું છે કે તે બિગ બોસના સેટ પર અભિનેતા સલમાન ખાનને મળ્યો હતો. તેમણે શોરૂમ ખોલવાનું કહ્યું અને વચન આપ્યું કે તે તેના ઉદ્ઘાટન માટે આવશે. બાદમાં સલમાન ખાને થોડી વ્યસ્તતાને કારણે નહીં આવવાનું કહ્યું હતું.
તેમનું કહેવું છે કે શોરૂમ ખોલ્યા પછી તેમનો કરાર સ્ટાઇલ ક્વિન્ટેટ જ્વેલરી પ્રા.લિ. સાથે કરવામાં આવ્યો હતો. આ એક બીઇંગ હ્યુમન કંપની પણ છે. નિયમો અને શરતો હેઠળ તેણે શોરૂમ બનાવવા માટે 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પછી, બિગ હ્યુમન કંપનીના ઘરેણાં પણ શોરૂમમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ કંપની દ્વારા માલ મોકલવામાં આવ્યો ન હતો.
ઉદ્યોગપતિની ફરિયાદ પર પોલીસે સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને કંપનીના કેટલાક અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. દરેકને 10 દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે.