Preview : બૉક્સ ઑફિસે હાઉસફુલ રહેશે ચેન્નઈ એક્સપ્રેસ!
મુંબઈ, 6 ઑગસ્ટ : 9મી ઑગસ્ટે રિલીઝ થતી શાહરુખ ખાન નિર્મિત ચેન્નઈ એક્સપ્રેસ પાસે શાહરુખના ફૅન્સને ઘણી આશાઓ છે. ગત વર્ષે જબ તક હૈ જાન જેવી હિટ ફિલ્મ આપ્યા બાદ શાહરુખની આ વર્ષે પહેલી ફિલ્મ આવી રહી છે.
દર વખતે ઈદ ઉપર બૉક્સ ઑફિસે ખાનનો જ રાજ હોય છે. તેથી આ વખતે ઈદ પ્રસંગે કરોડોનો દાવ ખેલ્યો છે કિંગ ખાને, નહિં કે દબંગ સલમાન ખાને. ગોલમાલ જેવી મસ્ત ફિલ્મ બનાવનાર રોહિત શેટ્ટીની આ રજુઆત અંગે ઘણું બધું કહેવાઈ રહ્યું છે. ફિલ્મમાં તમામ મસાલા હાજર છે કે જે ફિલ્મને હિટ કરાવી શકે છે. ફિલ્મ ચેન્નઈની આબોહવા તથા દક્ષિણ ભારતના સુંદર લોકેશન ઉપર ફિલ્માવાઈ છે. ફિલ્મના ગીતોમાં આ લોકેશનની ઝલક જોઈ શકાય છે, તો શાહરુખ ખાનની એક્શન તેમજ કૉમેડી ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની યૂએસપી છે. દીપિકા પાદુકોણે શાહરુખના નાયિકા છે.
છેલ્લા કેટલાંક વખતથી સાઉથની હિટ ફિલ્મોની રીમેકે હિન્દી બૉક્સ ઑફિસે કરોડોની કમાણી કરી છે. તેથી જ શાહરુખે કોઈ સાઉથની ફિલ્મની રીમેક બનાવવાની જગ્યાએ સાઉથની પૃષ્ઠભૂમિ ઉપર જ ફિલ્મ બનાવી દીધી. એટલું જ નહીં, તેમણે ચેન્નઈ એક્સપ્રેસ સાથે રિલીઝ થતી એકતા કપૂરની વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મની રિલીઝ પણ એક અઠવાડિયા આગળ સરકાવી દીધી. જોઇએ શાહરુખની આ કોશિશ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની કયા સ્ટેશન સુધી લઈ જાય છે.
આવો તસવીરો સાથે જાણીએ ફિલ્મ વિશે વધુ વિગતો :

મનોરંજક ફિલ્મ
ચેન્નઈ એક્સપ્રેસ એક સમ્પૂર્ણ મસાલા ફિલ્મ છે કે જેમાં એક્શન, કૉમેડી તથા લટકાં-ઝટકાં સાથે ફૅમિલી એંટરટેનમેંટ છે.

શાહરુખ-દીપિકા
ફિલ્મમાં શાહરુખ-દીપિકા લીડ પૅરમાં છે. દીપિકાએ કિંગ ખાન સાથે જ પોતાનું કૅરિયર શરૂ કર્યુ હતું. ફિલ્મ ઓમ શાંતિ ઓમ હિટ રહી હતી. ચેન્નઈ એક્સપ્રેસમાં બને ફ્રેશ લુકમાં નજરે પડે છે.

સુંદર લોકેશન
ફિલ્મ દક્ષિણ ભારતના સૌંદર્યથી ભરપૂર છે કે જેથી ફિલ્મ પ્રત્યે લોકોનો આકર્ષણ વધશે.

રજનીનો સાથ
ચેન્નઈ એક્સપ્રેસનું એક ગીત તામિળ ફિલ્મોના ભગવાન રજનીકાંત પર આધારિત છે. તે ગીત આજકાલ ટ્રેન્ડમાં છે. રજનીનું હોવું જ ફિલ્મની સફળતાની ગૅરંટી હોય છે. જોઇએ કે રજની સર શાહરુખ માટે લકી સાબિત થાય છે કે નહિં?

ઈદે રિલીઝ
લાંબા ગાળા બાદ ઈદ ઉપર સલમાનની જગ્યાએ શાહરુખની કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. જોઇએ આ વખતની ઈદ શાહરુખ માટે કયો ઉપહાર લઈને આવે છે?












Click it and Unblock the Notifications
