For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MeToo: આલોકનાથ પર પહેલું સંકટ, એસોસિયેશને તેમને બહાર કાઢ્યા

ભારતમાં મી ટુ અભિયાન પછી બોલિવૂડમાં ઘણા લોકો પર સેક્સુઅલ હેરેસમેન્ટ કરવાનો આરોપ લાગ્યો છે અને ઘણા લોકોએ પર પોલીસ કેસ પણ ચાલી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં મી ટુ અભિયાન પછી બોલિવૂડમાં ઘણા લોકો પર સેક્સુઅલ હેરેસમેન્ટ કરવાનો આરોપ લાગ્યો છે અને ઘણા લોકોએ પર પોલીસ કેસ પણ ચાલી રહ્યો છે. તેને અંગે ઘણા એવા સિનિયર અભિનેતાઓના નામ સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે. અભિનેતા આલોકનાથ પર ઘણી મહિલાઓએ છેડછાડ અને હેરેસમેનેટ જેવા આરોપ લગાવ્યા છે. હવે આ આરોપોની અસર દેખાવા લાગી છે અને અલોકનાથને જોરદાર ઝાટકો પણ મળ્યો છે.

આલોકનાથ પર એક મોટી કાર્યવાહી થઇ છે. ત્યારપછી સીને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) ઘ્વારા તેમની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે. સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ ઘ્વારા તેમને આ બાબતે જાણકારી આપી છે કે આલોકનાથ હવે તેમના સદસ્ય નહીં રહે.

આ પણ વાંચો: આલોકનાથ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા અને મને જબરજસ્તી પકડી લીધી: હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર

આલોકનાથ પર આરોપો લાગ્યા પછી તેમને પોતાની બચાવ કરતા જણાવ્યું હતું કે તેમના પર લાગેલા બધા જ આરોપો ખોટા છે અને તેઓ નિર્દોષ છે.

દારૂ પીધા પછી અલોકનાથનું વ્યક્તિત્વ બિલકુલ બદલાઈ જતું

દારૂ પીધા પછી અલોકનાથનું વ્યક્તિત્વ બિલકુલ બદલાઈ જતું

પરદેશ, કભી ખુશી કભી ગમ અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોમાં આલોકનાથ સાથે કામ કરી ચુકેલી હિમાની શિવપુરીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જો તેમને આવું કર્યું છે તો તે ખુબ જ ખરાબ છે. તમે પોતાની તાકાતના દમ પર કોઈ મહિલાને મજબુર નહીં કરી શકો. આ મહિલાઓ માટે ખુબ જ મુશ્કિલ છે. હિમાની શિવપુરીએ આગળ જણાવ્યું કે આલોકનાથ દિવસમાં શૂટ કરતા સમયે ઠીક રહેતા હતા પરંતુ રાત્રે દારૂ પીધા પછી તેમનામાં બદલાવ આવી જતો હતો.

ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો

ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો

પોસ્ટમાં વિંટાએ ઉલ્લેખ કર્યો છે કે તેમની પત્ની મારી સારી દોસ્ત હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા. એક વાર તેમના ઘરે પાર્ટીમાં અમે બધાએ દારૂ પીધો. અમે ફિલ્મી દુનિયાની વ્યક્તિઓ છે તો દારૂ પીવો અસામાન્ય વાત નહોતી. મોડી રાત થઈ જતા બધા પોતાના ઘરે જતા રહ્યા. હું પણ ચાલીને નીકળી પડી. રસ્તામાં આ વ્યક્તિ આવ્યો. તેણે મને કારમાં બેસવા કહ્યુ. મે તેના પર ભરોસો કર્યો અને હું બેસી ગઈ. મને કંઈ સમજાતુ નહોતુ. બધુ ધૂંધળુ દેખાતુ હતુ. ત્યારબાદ મારા પર બળાત્કાર કરવામાં આવ્યો.

સંધ્યા મૃદુલ

સંધ્યા મૃદુલ

એટલું જ નહીં પરંતુ સંધ્યા મૃદલ ઘ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આલોકનાથ દારૂના નશામાં તેના રૂમમાં ઘૂસી આવ્યા અને તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. આ સમયે MeToo કેમ્પેઇને ઘણા લોકોની કાળી કરતૂતો ખોલી નાખી છે.

English summary
CINTAA expels aloknath post sexual assault allegations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X