કૉમેડિયન ભારતી સિંહે આપ્યો પહેલા બાળકને જન્મ, જાણો છોકરો છે કે છોકરી

લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહ મા બની ગઈ છે. જાણો છોકરો છે કે છોકરી

મુંબઈઃ લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહ મા બની ગઈ છે. તેણે એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે ભારતીએ આ ખુશખબરી શેર કરી છે. આ સમાચાર સામે આવતા જ ભારતી અને હર્ષના ફેન્સ અને ઘણી બૉલિવુડ હસ્તીએ ભારતી સિંહને મા બનવા માટે અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. યે હે મોહબ્બતે અભિનેત્રી અદિતિ ભાટિયાએ તેને અભિનંદન આપીને લખ્યુ - હું આ નાના બાળકને જોવા માટે રાહ નથી જોઈ શકતી.

પ્રેગ્નેન્સી દરમિયાન પણ કર્યુ કામ

પ્રેગ્નેન્સી દરમિયાન પણ કર્યુ કામ

19 માર્ચે ભારતી સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પ્રેગ્નેન્સીના અમુક ફોટા શેર કર્યા હતા જેમાં તેના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો દેખાતો હતો. ફોટાના કેપ્શનમાં ભારતીએ લખ્યુ હતુ - આવનારા બેબીની મમ્મી. ભારતી સિંહે પ્રેગ્નેન્સી દરમિયાન પણ જોરદાર કામ કર્યુ. ડાંસ કે દિવાને 3ને હોસ્ટ કર્યા બાદ તેણે પોતાના પતિ હર્ષ લિંબાચિયા સાથે હુનરબાજ રિયાલિટી શો હોસ્ટ કર્યો હતો. આ શોમાં મિથુન ચક્રવર્તી, કરણ જોહર અને પરિણીતિ ચોપડા જજની ભૂમિકામાં હતા. હાલમાં જ ભારતીએ પોતાના અને પોતાના પતિ હર્ષના શો ખતરા ખતરાની ત્રીજી સિઝનને લૉન્ચ કરી છે.

અધૂરી રહી ગઈ ભારતીની ઈચ્છા

અધૂરી રહી ગઈ ભારતીની ઈચ્છા

દીકરાના જન્મ સાથે ભારતી સિંહની એક ઈચ્છી અધૂરી રહી ગઈ. વાસ્તવમાં ભારતીએ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન કહ્યુ હતુ કે તે એક પ્રેમાળ બાળકીને જન્મ આપવા માંગે છે. એક રિપોર્ટરે તેને પૂછ્યુ હતુ કે તમારે દીકરો જોઈએ કે દીકરી, આના પર તેણે કહ્યુ હતુ, છોકરી, છોકરી જોઈએ મને. મારા જેવી મહેનતી. તમારા જેવી નહિ જે એક છોકરીને રોકીને ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે.

ફેન્સે કરી દીકરાના ફોટાની ડિમાન્ડ

ફેન્સે કરી દીકરાના ફોટાની ડિમાન્ડ

ભારતી સિંહના મા બન્યાના સમાચાર તેના ફેન્સમાં આગની જેમ ફેલાઈ ગયા છે. તેના ફેન્સ તેને મા બનવાની અઢળક શુભકામનાઓ આપી રહ્યા છે. ઘણા સેલેબ્ઝે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરીને તેને અભિનંદન આપ્યા છે. એટલુ જ નહિ તેના ફેન્સ તેના દીકરાના ફોટાની ડિમાન્ડ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X