મુંબઇમાં કૉમેડી નાઇટ્સ વિથ કપિલના સેટ પર લાગી આગ
મુંબઇ, 25 સપ્ટેમ્બર: મુંબઇના ગોરેગાંવ ઇસ્ટમાં કૉમેડી નાઇટ વિથ કપિલના સેટ પર આગ લાગી ગઇ છે. કહેવામાં આવે છે કે કૉમેડી નાઇટ્સ વિથ કપિલનો આખો સેટ બળીને ખાખ થઇ ગયો છે. આગ લાગ્યા બાદ ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આખા સેટ પર આગ લાગવાના કારણે ભારે નુકસાન થયું છે.
ફિલ્મ સિટીમાં કેટલીક ફિલ્મોનું શૂટિંગ પણ ચાલી રહ્યું હતું. આ આગના કારણે અન્યનું શૂટિંગ ન અટકાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ફાયર બ્રિગેડના કર્મચારી આગને જલદી ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

જે સમયે આગ લાગી તે સમયે લાઇટમેન, સ્પૉટબોય સેટ પર જ હાજર હતા. આગ લાગવાથી તે બહાર દોડી આવ્યા હતા અને કોઇ હતાહત થયું નથી. કહેવામાં આવે છે કે શોર્ટ સર્કિંટના આખા સેટે આગ પકડી લીધી હતી.












Click it and Unblock the Notifications
