જયપુર હોટેલમાં મલ્લિકા સાથે અશ્લીલ હરકત!

મુંબઈ, 19 ઑગસ્ટ : બૉલીવુડ સેક્સ બૉમ્બ મલ્લિકા શેરાવતની તમામ હોશિયારી અને બિંદાસ્તપણું તે વખતે ધર્યો રહી ગયો કે જ્યારે કેટલાંક લોકો જયપુરની તે હોટેલમાં પરાણે ઘુસી આવ્યાં અને મલ્લિકા શેરાવતને હેરાન કરવા લાગ્યાં. મલ્લિકા કે સી બોકાડિયાની ફિલ્મ ડર્ટી પૉલિટિક્સના શૂટિંગ માટે જયપુર આવ્યા હતાં અને આ હોટેલમાં રોકાયા હતાં.

હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા મુજબ મલ્લિકા શેરાવત જે હોટેલમાં રોકાયા હતાં, ત્યાં કેટલાંક શરારતી અને બદમાશ તત્વો પરાણે ઘુસી આવ્યાં અને મલ્લિકાના રૂમનો દરવાજો જોરથી ખખડાવવા લાગ્યાં. આ તમામ લોકો નશામાં હતાં અને મલ્લિકા શેરાવત અંગે અશ્લીલ ટિપ્પણી કરી રહ્યા હતાં. લોકોની આવી હરકત બાદ મલ્લિકાએ હોટેલ સ્ટાફને ફોન કર્યો. હોટેલ સ્ટાફે આ અસામાજિક તત્વોને બહાર હાંક્યા. આ પછી મલ્લિકાએ તરત જયપુર છોડવાનો નિર્ણય કર્યો અને ફિલ્મ સ્ટાફને ફોન કરી મુંબઈ પરત ફરવાનો નિર્ણય જણાવી દીધો.

આવો તસવીરો સાથે જાણીએ ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ અંગે વધુ વિગતો :

મલ્લિકા બન્યા ભંવરી

મલ્લિકા બન્યા ભંવરી

મલ્લિકા શેરાવત ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં ભંવરીનો રોલ કરી રહ્યાં છે.

મલ્લિકાને મળી ધમકી

મલ્લિકાને મળી ધમકી

થોડાંક દિવસ અગાઉ મલ્લિકાએ જણાવ્યુ હતું કે આ ફિલ્મ કરવાના બદલ તેમને કોઇકે ધમકી આપી છે.

સબ્જેક્ટ બોલ્ડ

સબ્જેક્ટ બોલ્ડ

કે સી બોકાડિયાએ દાવો કર્યો કે તેઓ સ્વચ્છ ફિલ્મ બનાવશે. માત્ર સબ્જેક્ટ બોલ્ડ છે.

ઓમ સામે ગભરાટ

ઓમ સામે ગભરાટ

ઓમ પુરી સાથે હૉટ અને ગ્લૅમરસ સીન્સ આપતાં મલ્લિકા ગભરાટ અનુભવતા હતાં.

ઘણી આશાઓ

ઘણી આશાઓ

મલ્લિકાને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે, કારણ કે છેલ્લા ઘણા વખતથી તેમની કોઈ ફિલ્મને સફળતા મળી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X