Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આખરે યૂએ સર્ટિફિકેટ મેળવતી ડી ડે

મુંબઈ, 8 જુલાઈ : અર્જુન રામપાલ, ઇરફાન ખાન, ઋષિ કપૂર, હુમા કુરૈશી જેવા મોટા સ્ટાર્સ ધરાવતી ફિલ્મ ડેડીને તાજેતરમાં જ સેંરસ બોર્ડ દ્વારા યૂએ સર્ટિફિકેટ મળ્યું છે. ડી ડે ફિલ્મ એક રૉ એજંટ પર આધારિત છે. જોકે અગાઉ પણ રૉ એજંટ ઉપર કેટલીક ફિલ્મો બની ચુકી છે, પરંતુ ડી ડે તે બધામાં ખાસ છે, કારણ કે ઇરફાન ખાન અને અર્જુન રામપાલ સાથે ઋષિ કપૂર જેવા બેહતરીન એક્ટરોએ કામ કર્યું છે. સાથે જ રૉ એજંટના જીવનને પડદે ઉતારવા માટે તેમણે પોતે રૉ એજંટ સાથે મુલાકાત કરી તેમની જિંદગી નજીકથી જોઈ છે.

dday

અર્જુન તથા ઇરફાને એક વાતચીતમાં જણાવ્યું કે સાચે જ રૉ એજંટ્સનું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું હોય છે. તેઓ ક્યારેય પોતાની ઓળખ બતાવી નથી શકતાં. ઇરફાન ખાન ડી ડે ફિલ્મમાં રૉ એજંટનો રોલ કરી રહ્યાં છે. અર્જુન રામપાલ એક પોલીસ ઑફિસર, તો હુમા કુરૈશી તેમના પત્નીના રોલમાં છે. ફિલ્મમાં શ્રુતિ હસન પણ છે કે જેઓ એક વેશ્યાના રોલમાં છે. અર્જુન-શ્રુતિ વચ્ચે કેટલાંક ઇંટીમેટ સીન્સ પણ છે.

અર્જુને ઇંટીમેટ સીન્સ અને તે અંગેની મુશ્કેલીઓ વિશે જણાવ્યું કે આ તમામ સીન્સ ખૂબ જ ટેક્નિકલ હોય છે. દિગ્દર્શક બૂમો પાડે છે કે જલ્દી કરો યાર મોડું થાય છે, તો કંઈ પણ ફીલિંગ્સ સાથે નથી થતું. ફિલ્મ ડી ડે આગામી 19મી જુલાઈના રોજ રિલીઝ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X