દલજીત કૌરે લગ્ન બાદ પતિ સાથે સૌથી બોલ્ડ ફોટો શેર કર્યા, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
અભિનેત્રી દલજીત કૌરે હાલમાં જ બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી તરત જ દલજીત કૌર તેના પુત્ર સાથે કેન્યા જતી રહી છે. હવે થોડા વર્ષો ત્યાં રહેશે. દલજીત કૌર કેન્યાથી તેની નવી લાઈફની ઝલક સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે. હવે તેને ફરી એક વખત તેના પતિ સાથે ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
દલજીત કૌરે સોશિયલ મીડિયા પર નિખિલ પટેલ સાથે એક તસવીર શેર કરી છે. ફોટોમાં અભિનેત્રી તેના પતિ સાથે પોઝ આપી રહી છે. આ ફોટોમાં દલજીત રેડ બ્રેલેટ અને લ્હાઈટ બોટમમાં જોવા મળી રહી છે. નિખિલ બ્લુ પ્રિન્ટેડ શોર્ટ્સમાં છે. બીચ ડે માટે બહાર નીકળતાં બંને અહીં સુંદર દેખાઈ રહ્યા છે. હવે ફેન્સને આ કપલનો અંદાજ પસંદ આવી રહ્યો છે. બન્નેના ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, નિખિલ અને દલજીત 2022 માં દુબઈમાં એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ પાર્ટીમાં મળ્યા અને ટૂંક સમયમાં જ એકબીજાને ડેટ કરવા લાગ્યા. લગભગ એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ દલજીતે નિખિલ સાથે સગાઈ થઈ અને ફેન્સને આ ખુશખબર આપી. અભિનેત્રીએ 18 માર્ચે બીજી વખત લગ્ન કર્યા હતા.
દલજીત કૌરનો હસબન્ડ નિખિલ પટેલ ફાઇનાન્સ કંપનીમાં બ્રાન્ડ બિલ્ડિંગ અને ફાઈનાન્સર તરીકે પણ કામ કરે છે. તે હાલમાં કેન્યાના નૈરોબીમાં રહે છે. નિખિલને તેના અગાઉના લગ્નથી બે પુત્રીઓ 13 એરિયાના અને 8 વર્ષની અનિકા છે.
બીજી તરફ દલજીત કૌરનું મોટુ નામ છે. અભિનેત્રી બિગ બોસ 13, ઇસ પ્યાર કો ક્યા નામ દૂ અને કાલા ટીકા જેવા ઘણા શોનો ભાગ રહી ચુકી છે. દલજીત છેલ્લે સસુરાલ ગેંડા ફૂલ 2 માં જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
