દંગલ ગર્લ ઝાયરા વસીમનું એક્ટિંગ છોડવાનું એલાન, ધર્મ કારણ બન્યું
સીને જગતને વધુ એક ઝાટકો લાગે તેવી ખબર આવી છે. ફિલ્મ 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર' જેવી ફિલ્મોથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી ઝાયરા વસીમે બોલિવૂડ છોડી દેવાનું એલાન કરી દીધું છે.
સીને જગતને વધુ એક ઝાટકો લાગે તેવી ખબર આવી છે. ફિલ્મ 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર' જેવી ફિલ્મોથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી ઝાયરા વસીમે બોલિવૂડ છોડી દેવાનું એલાન કરી દીધું છે. તેને ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને પોતાના દિલની વાત કહી છે. તેને લખ્યું છે કે 5 વર્ષ પહેલા તેને બોલિવૂડમાં આવવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારપછી તેનું જીવન બિલકુલ બદલાઈ ગયું. આ સફર મારા માટે સરળ નથી રહ્યો, હું સતત 5 વર્ષથી લડી રહી છું પરંતુ હવે હિમ્મત નથી. એટલા માટે હવે હું બોલિવૂડથી મારો સંબધ હંમેશા માટે તોડી રહી છું.
આ પણ વાંચો: આમિર ખાનની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક ડાન્સ કર્યો

ઝાયરા વસીમનું એક્ટિંગ છોડવાનું એલાન
ઝાયરા વસીમ ઘ્વારા સાફ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવવા પર તે પોતાના ધર્મ ઇસ્લામથી દૂર થઇ રહી છે. તે છેલ્લા ઘણા સમયથી પોતાને સમજાવવા માટે પ્રત્યન કરી રહી હતી કે તે બધું સારું જ કરી રહી છે પરંતુ હવે તેને સમજમાં આવી ગયું છે કે પોતાના ધર્મ ઇસ્લામના બતાવેલા રસ્તા પર ચાલવામાં તે એક નહીં પરંતુ 100 વખત નિષ્ફળ થઇ છે.
|
મને લાગી રહ્યું છે કે હું ખોટું કરી રહી છું: ઝાયરા વસીમ
નવી લાઈફસ્ટાઈલ સાથે તે ફિટ નથી બેસી રહી, એટલા માટે તેને લાગી રહ્યું છે કે તે થાકી ગઈ છે તેને ફિલ્મ જગત છોડવાનો નિર્ણય કર્યો છે. ઝાયરા વસીમે આગળ લખ્યું કે આ નિર્ણય તેના માટે સરળ ના હતો, પરંતુ મેં ઘણું વિચાર્યા પછી આ નિર્ણય લીધો છે.
|
ફેન્સને ઝાટકો લાગ્યો
ફેન્સ ટ્વિટર પર તેના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને હેરાની પણ વ્યક્ત કરી રહ્યા છે. ફેન્સને તેના આ નિર્ણય પર વિશ્વાસ જ નથી બેસી રહ્યો, જયારે કેટલાક એવા પણ લોકો છે જેઓ તેના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે.
|
ઓમર અબ્દુલ્લાહએ સમર્થન કર્યું
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાહએ તેનું સમર્થન કર્યું છે. તેમને ટવિટ કરીને કહ્યું છે કે ઝાયરા વસીમ હંમેશા ખુશ રહે, તેઓ આગળ જે પણ કરે તેમાં તેઓ ખુશ રહે, આપણે તેના નિર્ણય પર સવાલ નહીં ઉઠાવવા જોઈએ. હું તેના નિર્ણય સાથે છું.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
