ડેવિડ ફિલ્મે સહજતાથી પૂછ્યું છે, શું ધર્મ એક 'બ્રાન્ડ' છે?
એક નામ, ત્રણ જિંદગી અને ત્રણ મહત્વકાંક્ષા. 3 ફેબ્રુઆરીથી 3 માર્ચ 1975, 3 ફેબ્રુઆરીથી 3 માર્ચ 1999, 3 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2010. ક્રાઇમ, ધર્મ અને પ્રેમ. આ શુક્રવારે બોલિવુડના ડેસિંગ સ્ટાર નીલ નિતિન મુકેશ અભિનિત ફિલ્મ 'ડેવિડ' રજુ થઇ. આ ફિલ્મ કેટલાકને પસંદ પડી હશે તો કેટલાકને આ એક ઓર્ડીનરી ફિલ્મ પણ લાગી હશે, પરંતુ આ ઓર્ડીનરી ફિલ્મ એક એવા વિષય અંગે સહજતાથી ફિલ્મ રસીકોના મનમાં એક પ્રશ્ન જન્માવી ગઇ હશે કે, શું વિશ્વમાં ધર્મ એક બ્રાન્ડ છે? શું પોતાના સ્વાર્થ ખાતર ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે?

1975ની સ્ટોરીમાં નિલ નિતિન મુકેશે ડેવિડની ભૂમિકા ભજવી છે અને 2010માં ચિયાન વિક્રમે અને 1999માં એક ઇન્ડો કેનેડિયન અભિનેતા વિક્રમ વિરમાનીએ ડેવિડની ભૂમિકા ભજવી છે. નિલ નિતિન મુકેશે એક ગેંગસ્ટારની અને ચિયાન વિક્રમે એક દારૂડિયા અને મસ્તિખોર પ્રેમીની ભૂમિકા ભજવી છે, તો વિક્રમ વિરમાનીએ એક મ્યુઝિશિયનની ભૂમિકા ભજવી છે. પહેલી સ્ટોરી ગંભીર છે તો છેલ્લી સ્ટોરી કોમેડીથી ભરપૂર છે, પરંતુ આ બન્નેની વચ્ચે એટલે કે બીજી સ્ટોરી અર્થપૂર્ણ છે.
અન્ય સ્ટોરીનો ઉલ્લેખ નહીં કરીને 1999ની સ્ટોરીની જ વાત કરીએ તો આ ફિલ્મમાં વિક્રમ વિરવાની એટલે કે ડેવિડ તેના પિતા અને બે બહેન સાથે રહે છે. તેના પિતા ધર્મોપદેશક છે. જો કે ધર્મોપદેશકને પરિવાર સાથે આપણે ભાગ્યેજ જોયા હશે, કારણ કે ધર્મનો ફેલાવો કરવા માટે તે સંસારના તમામ બંધનોને છોડી દે છે. જો કે, એ વાત પર ધ્યાન નહીં આપને મુખ્ય મુદ્દાની વાત કરીએ તો. તેના પિતા પર ધર્મ પરિવર્તનનો આરોપ લગાવીને માલતી તાઇ નામના રાજકારણી દ્વારા ધાર્મિક રાજકારણનો દાવ ખેલવામાં આવે છે. કેટલાક ઉદ્યોગપતિઓ અને ક્ન્સટ્રક્શન કામ કરતા રિયલ એસ્ટેટના ધંધાર્થીઓનો સાથ મેળવીને તે ડેવિડના પિતાને જાહેરમાં અપમાનિત કરે છે. પોતાના પિતાને જાહેરમાં અપમાનિત કર્યા તે બદલ તેમનો શું વાંક છે. આ પ્રશ્ન માટે તે એક બાવડેબાજ પાસે જાય છે જે એ સમયે ત્યાં હાજર હતો જ્યારે તેના પિતાને ભર બજાર અપમાનિત કરવામાં આવ્યા.
ડેવિડ તેને એક પ્રશ્ન પૂછે છે કે તેના પિતાએ એવો તે ક્યો ગુન્હો કર્યો હતો કે તેમને આ રીતે અપમાનિત કરવામાં આવ્યા? એ સમયે બાવડેબાજ રૂપા અને જોકીનો ઉલ્લેખ કરીને સમજાવે છે કે જે રીતે આ બન્ને એક બ્રાન્ડ છે, તેવી જ રીતે ધર્મ એક બ્રાન્ડ છે. તારા પિતા બીજા ધર્મની બ્રાન્ડના હતા તેથી તેમની સાથે આવું થયું. ત્યારે ડેવિડના ચહેરા પર ઉદ્દભવેલી લાગણી માત્ર તેની જ લાગણી નહોતી એ તમામની હતી જે વિશ્વભરમાં ધર્મ અને જાતિને લઇને થઇ રહેલા વિવાદ અને વિરોધનો ભોગ બન્યા છે અને તમામનો એક જ પ્રશ્ન હશે, કે શું ધર્મ એક બ્રાન્ડ છે?
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
