
બી પ્રાકના બાળકનું જન્મ સમયે જ મોત, સિંગરે કરી ઇમોશનલ પોસ્ટ
પ્રસિદ્ધ પંજાબી અને બોલિવૂડ સિંગર બી પ્રાકના ઘરે ખુશીઓ પહોંચે તે પહેલા જ શોકની લહેર ફેલાઈ ગઈ હતી. તાજેતરમાં સિંગલે કહ્યું હતું કે તેના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે, પરંતુ નિયતિના મનમાં કંઈક બીજું હતું, જેના પછી બીજી વખત પિતા બનેલા બી પ્રાક પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. સિંગરના નવજાત બાળકનું અવસાન થયું, જેના પછી તેણે તેના ફેન્સ સાથે દર્દનાક પોસ્ટ શેર કરી.

જન્મ સમયે નવજાતનુ મૃત્યુ
ગાયક બી પ્રાકે તેના ચાહકો અને મિત્રોને એક દુઃખદ પોસ્ટ પોસ્ટ કરીને ચોંકાવી દીધા હતા જ્યારે તેણે અપડેટ કર્યું હતું કે તેણે અને તેની પત્ની મીરાએ તેમના નવજાત બાળકને જન્મ સમયે ગુમાવ્યું હતું. આ દંપતી તેમના બીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા તૈયાર હતું, પરંતુ તેમને આ ખુશી મળી ન હતી. બી પ્રાકે સોશિયલ મીડિયા પર હાર્ટબ્રેકિંગ નોંધ પોસ્ટ કરવા માટે Instagramનો સહારો લીધો હતો.

સિંગરે કરી ઇમોશનલ પોસ્ટ
પોતાની પોસ્ટમાં સિંગરે લખ્યું, "સૌથી વધુ દુઃખ સાથે અમારે જાહેર કરવું પડે છે કે અમારા નવજાત બાળકનું જન્મ સમયે જ અવસાન થયું છે. આ સૌથી દુઃખદ સમય છે જેમાંથી અમે માતા-પિતા તરીકે પસાર થઈ રહ્યા છીએ. તમામ ડોક્ટરો અને સ્ટાફના પ્રયત્નો બદલ આભાર. તેમના અવિરત પ્રયાસો અને સમર્થન માટે આબાર માનીયે છીયે. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ દુઃખદ સમયમાં અમારી પ્રાઇવેસીનુ ધ્યાન રાખો. તમારો બી પ્રાક અને મીરા.

ચાહકો અને મિત્રોએ શોક વ્યક્ત કર્યો
સિંગરની પોસ્ટ પછી ઇન્ડસ્ટ્રીના ચાહકો અને મિત્રોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું. કરણ જોહર, ગૌહર ખાન, અલી ગોની, રાજીવ અડતીયા, અમ્મી વિર્ક, નીતિ મોહન અને અન્ય સેલેબ્સે બી પ્રાકની પોસ્ટ પર શોક વ્યક્ત કર્યો હતો.

પત્ની સાથે ફોટો શેર કરી આપી હતી ગૂડ ન્યુઝ
તમને જણાવી દઈએ કે બી પ્રાકે મીરા બચ્ચન સાથે 4 એપ્રિલ 2019 ના રોજ લગ્ન કર્યા હતા. તેઓએ 2020 માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. આ પછી, એપ્રિલમાં, પ્રથમ વખત, તેણે તેની પત્નીના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો પોસ્ટ કરીને તેના બીજા બાળકના સારા સમાચાર શેર કર્યા. ગાયકે તેરી મિટ્ટી, મન ભરાયા, કુછ ભી હો જાયે, બારિશ, આમ આદમી જેવા ગીતો દ્વારા એક વિશાળ ફેન ફોલોઇંગ એકત્ર કર્યું છે.