ફિલ્મ જોઈ ‘રામ’ને ભેંટી પડી ‘લીલા’, સંજયને ચૂમ્યાં!
મુંબઈ, 15 નવેમ્બર : સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા આજે રૂપેરી પડદે રિલીઝ થઈ ગઈ છે. લોકોનો અને ક્રિટિક્સનો કેવો પ્રતિસાદ રહે છે, એ તો થોડાક કલાકો બાદ જાણવા મળશે જ, પણ આજે યોજાયેલ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોયા બાદ રામ અને લીલા બંને ખુશખુશાલ જણાતા હતાં.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અભિનીત રામલીલા ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક-લેખક સંજય લીલા ભાનુશાળી તથા રણવીર-દીપિકા બહુ ખુશ દેખાતા હતાં. ફિલ્મમાં પોતાના કામને જોઈ રણવીર-દીપિકા એટલા એક્સાઇટેડ થઈ ગયાં કે બંને એક-બીજાને ભેંટી પડ્યાં. એટલું જ નહીં હર્ષિત રણવીર-દીપિકાએ એસએલબીને ચૂમી લીધાં.
ચાલો તસવીરો સાથે જોઇએ કોણ-કોણ પહોંચ્યું રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં :

દીપિકા-સંજય-રણવીર
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ખુશખુશાલ જણાતા દીપિકા પાદુકોણે, સંજય લીલા ભાનુશાળી અને રણવીર સિંહ.

ભેંટી પડ્યાં રામ-લીલા
રામલીલા ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રણવીર અને દીપિકા એક-બીજાને ભેંટી પડ્યાં.

એસએલબીને કિસ
દીપિકા પાદુકોણે અને રણવીર સિંહે સંજય લીલા ભાનુશાળીને કિસ કરી.

સ્પેશિયલ સ્ક્રીનિંગ
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રણવીર, દીપિકા અને સંજય.

ખુશખુશાલ દીપિકા
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન એસએલબીને કિસ કરતાં દીપિકા પાદુકોણે.

રેખા
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલા રેખાને દોરી જતાં દીપિકા પાદુકોણે.

પ્રિયંકા
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પ્રિયંકા ચોપરા પણ પહોંચ્યા હતાં. તેઓ આ ફિલ્મનો ભાગ છે. તેમણે રામ ચાહે લીલા... આયટમ સૉંગ કર્યું છે.

એસએલબીની મૅરીકોમ
પ્રિયંકા ચોપરા હાલમાં સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ મૅરીકોમમાં કામ કરી રહ્યાં છે.

શ્રીદેવી-બોની
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શ્રીદેવી અને બોની કપૂરે પણ હાજરી આપી હતી.

પૂનમ સિન્હા
શૉટગન શત્રુઘ્ન સિન્હાના પત્ની અને દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાના માતા પૂનમ સિન્હા પણ પહોંચ્યાં રામલીલા જોવા.

રીચા ચડ્ઢા
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રીચા ચડ્ઢા સાથે એસએલબી.

દીપિકા
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રામલીલાની લીલા એટલે કે દીપિકા પાદુકોણે છવાઈ ગયાં.

કનિષ્કા લુલા
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન કનિષ્કા લુલા પણ હાજર રહ્યા હતાં.

રેખા
સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલા રેખા સાથે સંજય લીલા ભાનુશાળી.

એસએલબી
રામલીલાના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન સંજય લીલા ભાનુશાળી.

સિમી ગરેવાલ
વીતેલા જમાનાના અભિનેત્રી સિમી ગરેવાલ પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન હાજર હતાં.

પદ્મિની કોલ્હાપુરે
વીતેલા જમાનાના અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન એસએલબી સાથે.

આદિત્ય રૉય કપૂર
આદિત્ય રૉય કપૂર સાથે એસએલબી.

ઋષિ-નીતૂ
ઋષિ કપૂર અને નીતૂ સિંહ પણ રામલીલાના મહેમાન બન્યાં.

સોનાલી
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સોનાલી બેન્દ્રેએ હાજરી આપી હતી.

એસએલબી-સોનાલી
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન એસએલબી અને સોનાલી બેન્દ્રે.

આશુતોષ-જાવેદ
રામલીલાની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન હાજર રહેલા આશુતોષ ગોવારીકર અને જાવેદ અખ્તર.

મનીષા
કૅંસર સામે વિજય મેળવનાર મનીષા કોઈરાલા પણ રામલીલા જોવા પહોંચ્યા હતાં.

પંકજ-સુપ્રિયા
પંકજ કપૂર અને તેમના પત્ની સુપ્રિયા પાઠકે પણ એસએલબી સાથે રામલીલા ફિલ્મ જોઈ. સુપ્રિયા રામલીલામાં મહત્વનો રોલ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
