Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દીપિકાથી લઇને કેટરીના, 9 કિંગફિશર કેલેન્ડર ગર્લ જે હાલ બોલીવૂડમાં ટોપ પર છે

હાલમાં જ મધુર ભંડારકરની જાણીતી ફિલ્મ કેલેન્ડર ગર્લનું ટેલર રિલિઝ કરવામાં આવ્યું.જેમાં કેલેન્ડર ગર્લ તરીકે મોડલિંગ અને ફિલ્મ ક્ષેત્રે પોતાનું કેરિયર શરૂ કરનાર છોકરીની વાત કરવામાં આવી છે. વધુમાં મધુરે જણાવ્યું કે તેને આ ફિલ્મ માટે પ્રેરણા વિજય માલિયાથી મળી.

હવે તે વાત તો બધા જ જાણે છે વિજય માલિયા દર વર્ષે એક વાર્ષિક કેલેન્ડર બહાર પાડે છે. જેમાં દુનિયાની ટોપ મેડેલ હોટ ફોટોશૂટ કરાવે છે અને આ કેલેન્ડરની પ્રસિદ્ધ ખાલી ભારતમાં જ નહીં વિશ્વભરમાં છે.

એટલું જ નહીં આપણી બોલીવૂડની કેટલીક ટોપની હિરોઇનો પણ તેના કેરિયરની શરૂઆત આ કેલેન્ડરથી કરી હતી. આ કિંગફિશર કેલેન્ડરથી તેમને બોલીવૂડમાં એક આગવી ઓળખ મળી હતી. ત્યારે બોલીવૂડને કંઇ ટોપની હિરોઇન છે જેમણે કિંગફિશર કેલેન્ડરથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતીત તે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણે તેના કેરિયરની શરૂઆત કિંગફિશર કલેન્ડર ગર્લ તરીકે કરી હતી. અને હાલ તે બોલીવૂડની ટોપની અભિનેત્રી છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકેલી કેટરીના કૈફે પણ બૂમ ફિલ્મમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. પણ બૂમ માટે તેની પસંદગીનું કારણ આ કેલેન્ડર જ બન્યું હતું.

યાના ગુપ્તા

યાના ગુપ્તા

બાબુજી જરા ધીરે ચલો ફેમ યાના ગુપ્તાને બોલીવૂડની આઇટમ ગર્લ બનાવવા માટે પણ તેની કિંગફિશર ગર્લ ઇમેજ તેના કામમાં આવી હતી.

નરગિસ ફિખરી

નરગિસ ફિખરી

કિંગફિશરની મોડેલ નરગિસ ફિખરી પણ રોકસ્ટાર ફિલ્મથી રણબીર કપૂરની અપોઝિટમાં લીડ રોલ કરીને બોલીવૂડમાં નામના મેળવી હતી.

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

મોડેલ ઇશા ગુપ્તાને પણ ભટ્ટ કેમ્પમાં એન્ટ્રી અપાવવા માટે તેના આ કિંગફિશર કેલેન્ડરના હોટ ફોટોશૂટે ખૂબ જ કામમાં આવ્યો હતો.

લિઝા હેડન

લિઝા હેડન

ક્વીન ફિલ્મથી સારી એવી લોકપ્રિયતા મેળવનાર લિઝાને પણ બોલીવૂડમાં ઓળખ કિંગફિશરના કેલેન્ડર જ અપાવી હતી.

મોનિકાનગ્ના દત્તા

મોનિકાનગ્ના દત્તા

આ આસામી મોડેલે સંજય લીલા ભણસાણીની ગુજારિશ ડેબ્યૂ રોલ કર્યો હતો.

નાથાલિ કૌર

નાથાલિ કૌર

2012ના કિંગફિશર કેલેન્ડરમાં ચમકેલી આ બ્રાઝિલયન મોડેલને સાઉથ ફિલ્મોમાં એન્ટ્રી આપવવા માટે તેની કેલેન્ડર ઇમેજે મોટો ભાગ ભજવ્યો છે.

એન્જલિના જોનસન

એન્જલિના જોનસન

સાંભળવામાં આવ્યું છે કે 2011ની આ કેલેન્ડર ગર્લે સલમાન ખાન સાથે 3 ફિલ્મોની એક ડિલ સાઇન કરી છે. ત્યારે તે રૂપેરી પડદે ક્યારે જોવા મળશે તે તો હવે જોવું જ રહ્યું. પણ એક વાત તો છે કે કિંગફિશરે આ તમામ મોડેલની લાઇફને બદલી દીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X