For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા બની MAMI ફિલ્મ ફેસ્ટીવલની નવી ચેરપર્સન, કિરણ રાવને કર્યા રિપ્લેસ

દીપિકા પાદુકોણને મુંબઈ એકેડમી ઓફ ધ મુવિંગ ઈમેજ એટલે કે MAMI ફિલ્મ ફેસ્ટીવલની અધ્યક્ષ બનાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દીપિકા પાદુકોણને મુંબઈ એકેડમી ઓફ ધ મુવિંગ ઈમેજ એટલે કે MAMI ફિલ્મ ફેસ્ટીવલની અધ્યક્ષ બનાવવામાં આવી છે. MAMIની ચેરપર્સન બનવા પર દીપિકા પાદુકોણે ખુશી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે દીપિકાથી પહેલા આ પદ પર આમિર ખાનની પત્ની, પ્રોડ્યુસર-ડાયરેક્ટર કિરણ રાવ હતા. કિરણ રાવ આગામી ફિલ્મ પ્રોજેક્ટમાં બિઝી છે એટલે તેમણે આ પદ છોડ્યુ.

deepika padokone

કિરણ રાવે દીપિકાને અભિનંદન પાઠવ્યા અને કહ્યુ કે દીપિકા પાદુકોણ આ પદ પર રહીને MAMI માટે વધુ સારી રીતે કામ કરી શકે છે. કિરણે કહ્યુ કે, 'આ મારુ સૌભાગ્ય રહ્યુ કે મે MAMIની કોર ટીમથી જોડાઈને આમાં યોગદાન આપ્યુ અને ચાર વર્ષો સુધી આ પદ પર રહ્યા બાદ હું જાણીતી અભિનેત્રી દીપિકાના ચેરપર્સન નિયુક્ત થવા પર સ્વાગત કરુ છુ.'

વળી, દીપિકાએ ઉત્સાહપૂર્વક કહ્યુ, 'આ તેમના માટે મોટા સમ્માનની વાત છે. એક મોટી જવાદારી મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઈમેજ (MAMI) તરફથી મને આપવામાં આવી છે અને મે મારી પૂરી નિષ્ઠાથી પોતાની જવાબદારી નિભાવિશ. તમને જણાવી દઈએ કે મામીના બાકીના સભ્યોમાં નીતા અંબાણી, કરણ જોહર, ઈશા અંબાણી, રોહન સિપ્પી, ઝોયા અખ્તર અને વિક્રમાદિત્ય મોટવાનીનું નામ પણ શામેલ છે. નવેમ્બર 2018માં રણવીર સિંહ સાથે લગ્ન બાદ દીપિકા પાદુકોણે મેઘના ગુલઝારની આગામી ફિલ્મ સાઈન કરી છે. પદમાવત બાદ દીપિકાએ લગભગ એક વર્ષનો બ્રેક લીધો. ત્યારબાદ હવે તે મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં આ વર્ષે જોવા મળશે. કે જે એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલ પર આધારિત હશે. દીપિકા આ ફિલ્મથી પ્રોડક્શનના ક્ષેત્રમાં પણ પગ મૂકશે.

આ પણ વાંચોઃ 43ની ઉંમરમાં એકતા કપૂર બની સરોગેટ મા, આ 7 સુપરસ્ટાર્સ પણ સરોગેટ પેરેન્ટ્સઆ પણ વાંચોઃ 43ની ઉંમરમાં એકતા કપૂર બની સરોગેટ મા, આ 7 સુપરસ્ટાર્સ પણ સરોગેટ પેરેન્ટ્સ

English summary
deepika padukone appointed as the new chaiperson of mami film festival
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X