• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દીપિકાની બેસ્ટ ફ્રેન્ડે ખોલ્યો રાઝ, ‘હોટલોમાંથી શેમ્પુની બોટલો ચોરતી હતી પાદુકોણ'

|

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના પ્રશંસકો વચ્ચે ઘણી લોકપ્રિયં છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર અને ચાહકો છે જે તેની દરેક પોસ્ટને લાઈક, કમેન્ટ અને શેર કરે છે. દીપિકાના ચાહકો તેના માટે ઘણા ભાવુક મેસેજ દર મહિને કરે છે. દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે લગ્ન બાદ તેની સાથેના તમામ અનુભવો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. બંને મોટા પડદા પર એકસાથે ફિલ્મ પદ્માવતમાં જોવા મળ્યા હતા.

ઘણા લોકો લખી ચૂક્યા છે પત્ર

ઘણા લોકો લખી ચૂક્યા છે પત્ર

દીપિકા માટે તેના પતિ રણવીર સિંહ, મેઘના ગુલઝાર અને ઈમ્તિયાઝ અલી દિલને સ્પર્શતી પોસ્ટ તેમની વેબસાઈટ પર લખી ચૂક્યા છે. હવે આ કડીમાં દીપિકાની ઘણી નજીકની દોસ્ત સ્નેહા રામચંદરે ભાવુક પોસ્ટ લખી છે. ફ્રેન્ડશીપ ડેના અઠવાડિયા પહેલા સ્નેહાએ આ પોસ્ટ લખીને દીપિકા સાથે પોતાની દોસ્તીને યાદ કરી છે. રામચંદરે આ પત્રમાં એ તમામ વાતોનો ઉલ્લેખ કર્યો છે જે તેમણે દીપિકા વિશે સારી લાગે છે અને જેના માટે તે એને ઘણી પસંદ કરે છે. બંને વચ્ચેના સંબંધ વિશે પણ તેણે આ પત્રમાં લખ્યુ છે.

તે લોકોની પરવા કરે છે

તે લોકોની પરવા કરે છે

સ્નેહાએ પત્રની શરૂઆતમાં લખ્યુ છે કે દીપિકા જેની આંખો ઘણી દયાળુ છે, તેની આંખોની ચમક તમને વિચારવા પર મજબૂર કરે છે કે તે તમારી પરવા કરે છે. દીપિકા સાથે પોતાના લગાવ વિશે તે જણાવે છે કે દીપિકા એવી છે જેની સાથે કલાકો સુધી વાત કરી શકો છો. અહીં સુધી કે વાત કર્યા વિના પણ એકબીજા સાથે ઘણા ખુશીથી રહી શકો છો. આ પત્રમાં સ્નેહા દીપિકાની ઉણપો વિશે પણ લખે છે.

આ પણ વાંચોઃ આ રાશિના પુરુષ સંબંધોમાં તિરાડ પડતી બચાવવા માટે લે છે જૂઠનો સહારો

હોટલમાંથી શેમ્પૂની બોટલ ચોરે છે

હોટલમાંથી શેમ્પૂની બોટલ ચોરે છે

પત્રમાં સ્નેહા લખે છે કે તે બહુ વધુ પડતી વ્યવસ્થિત છે. તે ખુશી ખુશી પોતાના ઘરને ફરીથી વ્યવસ્થિત કરીને તમારા રહેવા લાયક બનાવવાનુ પસંદ કરે છે. તમે કોઈને ઓળખો છો જે ચોરી કરે છે, મારો અર્થ છે કે જે વસ્તુઓને ભેગી કરે છે, નાની નાની સુંદર બોટલ, પોતાના મનપસંદ શેમ્પૂની બોટલને હોટલના રૂમમાંથી ભેગી કરે છે. તે જ્યારે પ્રવાસ કરે છે તો હોટલના રૂમમાં રાખેલી શેમ્પૂની બોટલ જે તેને ગમે છે તે તેની પાસે રાખી લે છે કારણકે તે એને ઘણી પસંદ છે.

English summary
Deepika Padukone best friend reveal one of biggest secret of her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X