બિગ સ્ટાર ઍવૉર્ડ્સમાં દીપિકાને 4 નૉમિનેશન્સ!
મુંબઈ, 10 ડિસેમ્બર : આ વર્ષે સૌથી વધુ જેની ફિલ્મોએ સો કરોડની કમાણી કરી છે, તેવા દીપિકા પાદુકોણે વ્યવસાયના હિસાબે તો નંબર વન અભિનેત્રી બની જ ચુક્યાં છે, પણ હવે સમય આવી ગયો છે કે તેમને પુરસ્કારો વડે નવાજવામાં પણ આવે. એટલે જ દીપિકા પાદુકોણે આ વર્ષે બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ્સની એક-બે નહીં, પણ ચાર કૅટેગરીઝમાં નૉમિનેટ કરાયાં છે.

દીપિકા પાદુકોણેએ આ વર્ષની શરુઆત અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત રોમાંચક ફિલ્મ રેસ 2 સાથે કરી હતી. પછી યે જવાની હૈ દીવાનીમાં પોતાના અભ્યાસુ પાત્ર દ્વારા દર્શકોના દીલ જીતનાર દીપિકાએ ચેન્નઈ એક્સપ્રેસમાં તામિળ યુવતીનો રોલ કર્યો, તો રામલીલામાં દીપિકા પાદુકોણે ગુજરાતી યુવતીના રોલમાં દેખાયાં. દીપિકાને ચાર શ્રેણીઓમાં નૉમિનેટ કરાયાં છે અને એવુ મનાય છે કે તેઓને ઓછામાં ઓછી ત્રણ શ્રેણીઓમાં તો ઍવૉર્ડ્સ મળશે જ.












Click it and Unblock the Notifications
