રણવીર-દીપિકાની દીકરી જન્મતા જ બની આટલા કરોડની માલિક, કપલની નેટવર્થ જાણી ચોંકી જશો
Deepika Padukone Ranveer Singh Net Worth: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે લક્ષ્મી આવી છે. હા, અભિનેત્રીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ કપલને અભિનંદન આપી રહ્યા છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વર્ષ 2018માં લગ્ન કર્યા.
બંને બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. હવે લગ્નના 6 વર્ષ બાદ દંપત્તિના ઘરે દીકરી આવી છે. દીકરી જન્મતા સાથે જ કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે. આવી સ્થિતિમાં, ચાલો વાત કરીએ કપલની નેટવર્થ વિશે.

રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કુલ સંપત્તિ 744 કરોડ રૂપિયા છે. જો આપણે દીપિકા વિશે વાત કરીએ તો તે લાંબા સમયથી ફિલ્મોમાં સક્રિય છે અને અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય દીપિકા વિવિધ જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા લગભગ 40 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
આ બધા સિવાય દીપિકા પાદુકોણ પાસે ઘણી મોંઘી કાર છે. રણવીર સિંહની વાત કરીએ તો તેની પાસે સારી પ્રોપર્ટી છે. એક્ટર્સ એક ફિલ્મ માટે 30-40 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટસનુ માનીએ તો રણવીરની વાર્ષિક કમાણી 40 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ફિલ્મો સિવાય રણવીર અને દીપિકા બિઝનેસ દ્વારા પણ ઘણી કમાણી કરે છે.
રણવીર અને દીપિકા પાદુકોણ મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. હવે ટૂંક સમયમાં આ કપલ 100 કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. આ હિસાબે તેમની પુત્રી પણ 100 કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટની માલિક બનશે. આ સિવાય તેમની પાસે 744 કરોડ રૂપિયાની સંપત્તિમાં પણ હિસ્સો હશે. હાલમાં, દીપિકા અને રણવીર તેમની પુત્રીનું સ્વાગત કરી રહ્યા છે. ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે તેની પહેલી ઝલક શેર કરશે.












Click it and Unblock the Notifications
