દીપિકા-રણવીર પણ વર્ષના અંત સુધીમાં કરશે લગ્ન, યુરોપમાં લેશે સાત ફેરા

બોલિવુડની સૌથી માનીતી જોડી દીપિકા અને રણવીર વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. બંનેએ આના માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

લાગે છે કે આ વર્ષ બોલિવુડ હસીનાઓ માટે કંઈક ખાસ બનવાનું છે. સોનમ કપૂર થોડા સમય પહેલા જ લગ્ન બંધનમાં બંધાઈ ચૂકી છે અને સમાચારોની માનીએ તો પ્રિયંકા ચોપડાએ પણ પોતાના અમેરિકી બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સગાઈ કરી લીધી છે. હવે દીપિકા પાદુકોણે પણ પોતાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાચારોની માનીએ તો બોલિવુડની સૌથી માનીતી જોડી દીપિકા અને રણવીર વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. બંનેએ આના માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

દીપિકા-રણવીર વર્ષના અંત સુધીમાં કરશે લગ્ન

દીપિકા-રણવીર વર્ષના અંત સુધીમાં કરશે લગ્ન

દીપિકા અને રણવીરનું અફેર છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યુ છે. હવે બંને આ અફેરને એક ડગલુ આગળ વધારવા માંગે છે. બોલિવુડની ગલીઓમાં ચર્ચા છે કે દીપિકા અને રણવીર વર્ષના અંત સુધીમા લગ્ન કરી લેશે. બંનેએ લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી છે. બોલિવુડના આ ટોપ સિતારા 10 નવેમ્બરે સાત ફેરા લઈને એકબીજાને પોતાના બનાવી લેશે.

વિરુષ્કાની રાહ પર ચાલીને ઈટલીમાં લેશે સાત ફેરા

વિરુષ્કાની રાહ પર ચાલીને ઈટલીમાં લેશે સાત ફેરા

સમાચારોની માનીએ તો દીપિકા અને રણવીર વિરુષ્કાની રાહ પર ચાલીને લગ્ન કરશે. બંનેએ લગ્ન માટે ભારતના બદલે યુરોપ પસંદ કર્યુ છે અને ફિલ્મફેરની માનીએ તો આ લગ્ન પણ ઈટલીમાં થઈ શકે છે. છેલ્લા થોડા સમયમાં ઈટલી લગ્ન માટે બોલિવુડનું ટોપ ડેસ્ટીનેશન બનીને ઉભર્યુ છે. રાના મુખર્જી બાદ વિરાટ-અનુષ્કાએ આ સુંદર દેશમાં લગ્ન કર્યા અને હવે દીપિકા-રણવીર પણ ઈટલીમાં લગ્ન કરવવા જઈ રહ્યા છે.

ખૂબ જ સુંદર છે ઈટલીનું લેક કોમો

ખૂબ જ સુંદર છે ઈટલીનું લેક કોમો

જ્યાં વિરાટ-અનુષ્કાએ લગ્ન માટે ફ્લોરેન્સ, ટસ્કનીને પસંદ કર્યુ હતુ. જ્યારે રણવીર-દીપિકાએ લોમ્બાર્ડીના લેક કોમોમાં લગ્ન કરશે. ઈટલીનું આ પોશ ડેસ્ટીનેશન સુંદર પહાડો અને હર્યાભર્યા વાતાવરણ માટે જાણીતુ છે. નજીકમાં મોટી ઝીલના કારણે આ જગ્યા કોઈ પેઈન્ટિંગ જેવી લાગે છે. દીપિકા અને રણવીર બંને વિદેશમાં લગ્ન કરવા ઈચ્છતા હતા અને તેમણે આ જગ્યા પર પોતાની મહોર લગાવી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X