#DeepVeer ના ફોટા માટે તરસ્યા સ્મૃતિ ઈરાની, રાહ જોવામાં શેર કર્યો ફોટો
ફેન્સ પોતાના ફેવરિટ કપલને જોવા માટે ઉત્સુક છે અને માત્ર ફેન્સ જ નહિ પરંતુ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ #DeepVeerના લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે.
બોલિવુડનું સૌથી પસંદગીપાત્ર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં કોંકણી રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા. બાકી સેલિબ્રિટી વેડિંગ્ઝની જેમ દીપિકા-રણવીરના લગ્નના ફોટા હજુ સુધી સામે આવ્યા નથી. જો કે બુધવારે સાંજે અમુક ફોટા ફેન્સ અકાઉન્ટસે શેર કર્યા. પરંતુ તેમાં આ કપલ જોવા નહોતુ મળી રહ્યુ. ફેન્સ પોતાના આ ફેવરિટ કપલને જોવા માટે ઉત્સુક છે અને માત્ર ફેન્સ જ નહિ પરંતુ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ #DeepVeerના લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે.

સ્મૃતિ ઈરાનીને પણ છે ફોટાની રાહ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ બાકી દેશની જેમ દીપિકા-રણવીરના લગ્નના ફોટાની રાહ છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની ઉત્સુકતા ફેન્સ સાથે શેર કરી છે. ઈરાનીએ મજાકિયા અંદાજમાં કંકાલનો એક ફોટો શેર કરતા લખ્યુ, ‘જ્યારે તમે દીપિકા રણવીરના લગ્નની રાહ લાંબા સમય સુધી જુઓ છો.' તેમના સેન્સ ઓફ હ્યુમરની ફેન્સે ખૂબ પ્રશંસા કરી છે.

એક પણ ફોટો હજુ સુધી સામે આવ્યો નથી
જો કે સ્મૃતિ ઈરાની જ નહિ પરંતુ ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દીપિકા-રણવીરના દોસ્તો પણ લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે. કપલના નજીકના દોસ્ત ગણાતા કરણ જોહરે ટ્વિટ કરીને કહ્યુ કે તે પણ આખા દેશની જેમ દીપિકા-રણવીરના લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે. દીપિકા-રણવીરની હજુ સુધી એક ફોટો સ્પષ્ટ રીતે સામે આવ્યો નથી.

લગ્નમાં શાહરુખ ખાન અને આ લોકો હશે શામેલ
દીપિકા-રણવીર ઈટલીના સુંદર લેક કોમોમાં 14 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ કપલ 15 નવેમ્બરે એક વાર ફરીથી લગ્ન કરશે. દીપિકા-રણવીરે બુધવારે કોંકણી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. વળી, ગુરુવારે લગ્ન સિંધી રીતિ-રિવાજ સાથે થશે. કહેવામાં આવી રહ્યુ છે કે ગુરુવારે સવારે શાહરુખ ખાન, સંજય લીલા ભણશાળી અને ફરાહ ખાન લેક કોમો પહોંચી શકે છે.
View this post on Instagram#when you have waited for #deepveer #wedding #pics for too longgggg 🤦♀️
A post shared by Smriti Irani (@smritiiraniofficial) on












Click it and Unblock the Notifications
