For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલીઝ થતા જ દીપિકા પાદુકોણની 'ગહરાઈયાં'ને લાગ્યો મોટો ઝટકો, ફૂલ મૂવી ફ્રી ડાઉનલોડ માટે ઑનલાઈન લીક

દીપિકા પાદુકોણની 'ગહરાઈયાં' રિલીઝ થતા જ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ 11 ફેબ્રુઆરીથી શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ગહરાઈયાં' એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થઈ ચૂકી છે. દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા સ્ટારર આ ફિલ્મનો દર્શકો પાસથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. પરંતુ રિલીઝ થતા જ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે. રિલીઝ થવાની થોડી જ મિનિટોમાં આખી મૂવી ફ્રી ડાઉનલોડ માટે ઑનલાઈન લીક થઈ ગઈ. ફિલ્મનુ લીક થવુ નિર્માતાઓ માટે નિરાશાજનક છે. હવે જ્યારે ફિલ્મનુ પાઈરેટેડ વર્ઝન અમુક વેબસાઈટ પર ઉપલબ્ધ થવાથી ફિલ્મના વ્યૂઝ પ્રભાવિત થઈ શકે છે.

આ ફિલ્મો પણ થઈ ચૂકી છે લીક

આ ફિલ્મો પણ થઈ ચૂકી છે લીક

આ પહેલા પણ રિલીઝ થયેલી ફિલ્મોને પાઈરસી સહન કરવી પડી હતી. મેકર્સ આનાથી ઘણા પરેશાન છે. ગયા વર્ષે પણ રિલીઝ થયેલી ફિલ્મ રાધે, હંગામા 2, શેરની, મિમી જેવી બધી ફિલ્મો ઑનલાઈન લીક કરી દેવામાં આવી. અમુક રિલીઝની થોડી મિનિટોમાં જ્યારે અમુક રિલીઝ પહેલા જ. કૃતિ સેનનની મિમી તો પાઈરસીના કારણે 6 કલાક પહેલા રિલીઝ કરવી પડી હતી.

ફિલ્મની પ્રતિક્રિયા

ફિલ્મની પ્રતિક્રિયા

ફિલ્મને દર્શકો પાસેથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે અમુકને કહાની નબળી લાગી જ્યારે અમુકના દિલને સ્પર્શી રહી છે. પરંતુ દીપિકા પાદુકોણ અને સિદ્ધાંતના અભિનયની જોરદાર પ્રશંસા થઈ રહી છે.

પાઈરસીનો શિકાર

પાઈરસીનો શિકાર

આજે પણ દરેક બૉલિવુડ, હૉલિવુડ ફિલ્મ રિલીઝ થતા જ પાઈરસીનો શિકાર બની રહી છે. જેના કારણે નાના બજેટની ફિલ્મો સાથે મોટી ફિલ્મોને પણ નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે.

એક મોટી સમસ્યા

એક મોટી સમસ્યા

છેલ્લા અમુક સમયથી પાયરસીની સમસ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટી સમસ્યા બનીને સામે આવી છે. માત્ર હિંદી જ નહિ, અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ જેવી ભાષાઓમાં પણ ફિલ્મો લીક થવાના સમાચાર સામે આવતા રહે છે. પરંતુ આ ગુના પર લગામ પણ લગાવી શકાતી નથી.

એક્ટમાં ફેરફાર

એક્ટમાં ફેરફાર

ફિલ્મની પાયરસીને રોકવા માટે કેબિનેટે સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને પોતાની મંજૂરી આપી દીધી છે. એક્ટ 6એમાં એક નવી કલમ ઉમેરવામાં આવશે. ત્યારબાદ કોઈ પણ ફિલ્મને પ્રોડ્યુસર કે કંપનીની મંજૂરી વિના રેકૉર્ડ કરવી ગુનો ગણાશે. આમ કરવા પર સંબંધિત આરોપીને 3 વર્ષની કેદ કે 10 લાખ રૂપિયા સુધીનો દંડ કે બંને સજાની જોગવાઈ હશે.

પાઈરસી ગુનો છે

પાઈરસી ગુનો છે

તમને જણાવી દઈએ કે ભારતીય કાયદા હેઠળ પાઈરસી ગુનો છે. દરેક ફિલ્મ રિલીઝ થતા પહેલા આજકાલ એક્ટર્સ, ડાયરેક્ટર્સ લોકોને વિનંતી કરે છે કે કૃપા કરીને ફિલ્મ થિયેટરમાં જઈને જ જુઓ. પરંતુ પાઈરસીની જાળ ફેલાતી જ જઈ રહી છે. માટે આના પર લગામ કસવી જરૂરી થઈ ચૂકી છે.

English summary
Deepika Padukone's Gehraiyaan film has been leaked online by notorious sites for free download
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X