For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્ઝ કનેક્શનઃ સારા, શ્રદ્ધા બાદ હવે દીપિકા પાદુકોણ સાથે પણ જોડાયા તાર, સામે આવી વૉટ્સએપ ચેટ

ડ્રગ્ઝ કનેક્શનમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ બાદ હવે બૉલિવુડની ટૉપ અભિનેત્રી દીપિકા પાદુકોણનુ નામ સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝ કનેક્શનની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ બ્યુરો(NCB) હવે બૉલિવુડમાં ડ્રગ્ઝ કનેક્શનની તપાસમાં લાગી ગઈ છે. સુશાંત કેસમાં ડ્રગ્ઝની લીંકની તપાસ દરમિયાન રિયા ચક્રવર્તીએ ઘણા એવા ખુલાસા કર્યા ત્યારબાદ હવે બૉલિવુડના મોટા નામ સામે આવી રહ્યા છે. સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ બાદ હવે બૉલિવુડની ટૉપ અભિનેત્રી દીપિકા પાદુકોણનુ નામ સામે આવ્યુ છે. એનસીબીને દીપિકા અને જયા સાહાની મેનેજર કરિશ્માની એક ચેટ હાથ લાગી છે ત્યારબાદ હવે ડ્રગ્ઝ કનેક્શનના તાર દીપિકા પાદુકોણ સાથે પણ જોડાઈ રહ્યા છે.

ડ્રગ્ઝ કનેક્શનમાં વધુ એક નવુ નામ

ડ્રગ્ઝ કનેક્શનમાં વધુ એક નવુ નામ

ટીવી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉના જણાવ્યા મુજબ જયા સાહાની મેનેજર કરિશ્મા અને દીપિકા પાદુકોણ વચ્ચે ડ્રગ્ઝ માટે ચેટિંગ થઈ હતી. તમને જણાવી દઈએ કે જયા સાહા સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી જેની એનસીબીએ સોમવારે 4 કલાક સુધી પૂછપરછ કરી. આ પૂછપરછ દરમિયાન વૉટ્સએપ ચેટ દ્વારા બૉલિવુડના ઘણા મોટા નામોનો ખુલાસો થયો છે. બૉલિવુડના ડ્રગ્ઝ કનેક્શન કેસમાં કથિત રીતે જે નામોનો ખુલાસો થયો છે તેમાં શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનના નામ બાદ હવે દીપિકા પાદુકોણનુ નામ પણ શામેલ થઈ ગયુ છે.

વૉટ્સએપ ચેટ દ્વારા ખુલાસો

વૉટ્સએપ ચેટ દ્વારા ખુલાસો

ટીવી ચેનલ ટાઈમ્સ નાઉના સમાચાર મુજબ એનસીબીને દીપિકા અને જયા સાહાની મેનેજર કરિશ્મા વચ્ચેની ચેટ મળી છે. આ ચેટમાં ડી(D) અને (K) વચ્ચે ડ્રગ્ઝ વિશે વાતચીત થઈ રહી છે. ચેનલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે D દીપિકા પાદુકોણ છે અને K જયાની મેનેજર કરિશ્મા છે. બંને વચ્ચે ડ્રગ્ઝ માટે ચેટિંગ થઈ. મીડિયા રિપોર્ટ અનુસાર આ વૉટ્સએપ ચેટમાં ડી તરફથી પૂછવામાં આવ્યુ કે શું તારી પાસે માલ છે? જેના જવાબમાં કેએ લખ્યુ કે પરંતુ ઘરે છે અને હું બાંદ્રામાં છુ. કે એ કોઈ અમિત દ્વારા મોકલવાની વાત કરી. જેના જવાબમાં ડીએ લખ્યુ કે હા, પ્લીઝ.

શ્રદ્ધા કપૂર સાથએ જયાની વૉટ્સએપ ચેટ

શ્રદ્ધા કપૂર સાથએ જયાની વૉટ્સએપ ચેટ

આ પહેલા જયા સાહા અને શ્રદ્ધા કપૂર વચ્ચેની વૉટ્સએપ ચેટના રેકોર્ડ મળ્યા જેમાં શ્રદ્ધા કપૂર સીબીડી ઑઈલ માંગે છે. બૉલિવુડમાં ડ્રગ્ઝ કનેક્શન સામે આવ્યા બાદ એનસીબીએ એક વાર ફરીથી મંગળવારે જયાસાહા, તેની મેનેજર કરિશ્મા અને સુશાંતની મેનેજર શ્રુતિ મોદીને પૂછપરછ માટે બોલાવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે એનસીબી તેમને સામસામે બેસાડીને પૂછપરછ કરી શકે છે.

બૉલિવુડના ઘણા મોટા લોકો સાથે જોડાયા જયા સાહાના તાર

બૉલિવુડના ઘણા મોટા લોકો સાથે જોડાયા જયા સાહાના તાર

બૉલિવુડ ડ્રગ્ઝ કનેક્શ મામલે જયા સાહા એક મોટુ નામ બનીને ઉભર્યુ છે. જયાના તાર બૉલિવુડના ઘણા સેલિબ્રિટીઝ સાથે જોડાયા હતા. જયાના વૉટ્સએપ ગ્રુપમાં ઘણા મોટા બૉલિવુડ સ્ટાર્સના નામ છે. એનસીબી જયાની સતત પૂછપરછ કરી રહી છે. એનસીબીએ જયાના મોબાઈલથી રિટ્રીવ કરેલ ડેટાથી ઘણી મોટી માહિતી મેળવી છે. એનસીબી એની તપાસમાં લાગી છે કે જયા સાહા બૉલિવુડના કયા કયા સ્ટાર્સને ડ્રગ્ઝ પૂરી પાડતી હતી. તેની પાસે આ ડ્રગ્ઝ ક્યાંથી આવતી હતી?

જયાએ રિયા ચક્રવર્તીને આપી હતી સલાહ

જયાએ રિયા ચક્રવર્તીને આપી હતી સલાહ

એનસીબી સામે પૂછપરછ દરમિયાન રિયા ચક્રવર્તી અને જયા સાહાની એક ચેટ પણ સામે આવી છે જેમાં 25 નવેમ્બર 2019ના રોજ બંને વચ્ચે સીબીડી ઑઈલ વિશે વાતચીત થઈ. જયાએ આ ચેટમાં રિયાને સલાહ આપી કે તે સુશાંતને પાણી, ચા કે જ્યુસમાં સીબીડી ઑઈલના 4 ટીપાં નાખીને આપી દે. તમને જણાવી દઈએ કે રિયાએ એનસીબીની પૂછપરછમાં બૉલિવુડના 25 સેલિબ્રિટીઝના નામ લીધા છે. એનસીબી હવે તેમની પણ પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.

સોનૂ સુદે જણાવ્યુ તેણે કેમ છોડી કંગના રનોતની મણિકર્ણકાસોનૂ સુદે જણાવ્યુ તેણે કેમ છોડી કંગના રનોતની મણિકર્ણકા

English summary
Deepika Padukone's name emerges in chats with drug peddlers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X