લૉકડાઉનમાં રણવીર માટે દીપિકા બોલી, તેમની સાથે રહેવુ સૌથી સરળ, એ 20 કલાક ઉંઘે છે
બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મ જર્નાલિસ્ટ રાજીવ મસંદને હેંગઆઉટ ઈન્ટરવ્યુ આપ્યો છે.
અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19)નો કહેર આખી દુનિયામાં વ્યાપેલો છે. ઘણી કોશિશો બાદ પણ ભારત સહિત આખી દુનિયામાં આના કેસો સતત વધી રહ્યા છે. વાયરસના સામૂહિક ફેલાવને રોકવા માટે દેશમાં 21 દિવસનુ લૉકડુન પણ લગાવવામાં આવ્યુ છે. જે 14 એપ્રિલ સુધી ચાલશે. જેના કારણે સામાન્યથી લઈને સેલિબ્રિટી સુધી બધા ઘરોમાં બંધ છે. આ દરમિયાન બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મ જર્નાલિસ્ટ રાજીવ મસંદને હેંગઆઉટ ઈન્ટરવ્યુ આપ્યો છે.

એ 20 કલાક ઉંઘે છે
આ ઈન્ટરવ્યુમાં દીપિકાએ લૉકડાઉન દરમિયાન પોતાની દિનચર્યા પર વાત કરી છે. દીપિકાએ આ દરમિયાન પતિ રણવીર સિંહની પ્રશંસા પણ કરી. તેણે જણાવ્યુ કે તે કુકિંગમાં પણ હાથ અજમાવી રહી છે. રણવીર માટે દીપિકાએ કહ્યુ, ‘હું એટલુ કહેવા ઈચ્છુ છુ કે લૉકડાઉન દરમિયાન રણવીર સાથે રહેવુ સૌથી સરળ છે કારણકે એ 20 કલાક ઉંઘે છે જેનાથી મને એ કામ કરવાનો સમય મળી જાય છે, જે હું કરવા ઈચ્છુ છુ.'

તેમની સાથે સમય પસાર કરવો સૌથી સરળ
દીપિકાએ આગળ કહ્યુ, ‘જ્યારે તે ચાર કલાક માટે જાગે છે, ત્યારે અમે ફિલ્મ જોઈએ, જમીએ અથવા તો કસરત કરીએ. તેમની સાથે સમય પસાર કરવો સૌથી સરળ છે કારણકે એ ના તો કોઈ ડિમાન્ડ કરે છે, કોઈ ઝંઝટ નહિ, તે બહુ જ ઈઝી પર્સન છે. તે ક્યારેય રસોઈમાં નથી જતા. તે વેસ્ટર્ન કુકિંગમાં બહુ સારી છુ, ઈટાલિયન અને કૉન્ટીનેન્ટલ ડિશ પણ સારી રીતે બનાવી લઉ છુ. અત્યારે ભારતીય રસોઈ બનાવતા શીખી રહી છુ. હું કોથમીર, ફૂદીનો, લોટ અને ચણાના લોટનો ફરક પણ જાણવા ઈચ્છુ છુ.'

રોજ રણવીર સાથે એક ફિલ્મ જુએ
દીપિકાએ કહ્યુ કે, ‘તે રોજ રણવીર સાથે એક ફિલ્મ જુએ છે. આ સાથે જ તેમને ઑસ્કર માટે નામાંકિત થયેલી ફિલ્મ 'પેરાસાઈટ' અને 'ફોર્ડ વર્સિસ ફેરારી' પણ ખૂબ ગમી. દીપિકાએ જણાવ્યુ, મને ખબર નથી પડતી જ્યારે લોકો કહે છે કે તે બોરિંગ છે. હું એવી વ્યક્તિ નથી. હું હંમેશા કંઈને કંઈ કરવા માટે શોધી લઉ છુ, ત્યાં સુધી કે સૌથી વ્યસ્ત સમયમાં અને આ રીતના સમયમાં પણ.'












Click it and Unblock the Notifications
