ઇન્ટરનેશલ લેવલ પર છવાઇ, પણ ડ્રેસને કારણે પટકાઇ

Written By:
Subscribe to Oneindia News

વર્ષ 2016 પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ માટે ખૂબ લકી રહ્યું છે. પ્રિયંકાને અનેક ઉપલબ્ધિઓ, એવોર્ડ અને સન્માન મળ્યાં અને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉડાન ભરવામાં દીપિકાએ તેને તગડી ટક્કર આપી. હોલિવૂડ ફિલ્મનું ટ્રેલર હોય, ફોર્બ્સ મેગેઝિનની યાદી હોય કે એશિયાની સેક્સિએસ્ટ વુમનની ઉપાધિ હોય; દીપિકા તમામમાં પ્રિયંકાને પછાડીને આગળ રહી. પંરતુ એક વાત છે, જ્યાં દીપિકા માર ખાઇ ગઇ.

વર્ષ 2016માં દીપિકાના વિવિધ લૂક્સ અને ડ્રેસિંગને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા, ત્યાં સુધી કે ઇન્ટરનેશનલ લેવલે પણ તેની ડ્રેસિંગ સેન્સની આલોચના કરવામાં આવી. બોલિવૂડ હોય કે હોલિવૂડ, એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટની સાથે લૂક્સ અને ડ્રેસિંગને પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે. 2016માં દીપિકાએ ઇન્ટરનેશલ લેવલ પર તો સફળતા મેળવી, પરંતુ પોતાની ડ્રેસિંગ સેન્સ અંગે લોકોનું મોઢું બંધ કરવામાં નિષ્ફળ રહી. અહીં જુઓ વર્ષ 2016ના દીપિકાના કેટલાક Worst લૂક્સ..

ડ્રેસ ડિઝાઇનર ભાગી ગઇ કે શું?

ડ્રેસ ડિઝાઇનર ભાગી ગઇ કે શું?

આ વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણ એક ઇવેન્ટમાં આ ડ્રેસમાં જોવા મળી હતી. ત્યાં હાજર લોકોને વિશ્વાસ નહોતો થયો કે આ એ જ દીપિકા પાદુકોણ છે, જેના વેલ ટોન્ડ ફિગરના લોકો વખાણ કરતા થાકતા નથી. દીપિકાનો આઉટફિટ જૂની પંજાબી સૂટની સ્ટાયલ અને હાલના ટ્રેન્ડનું અજીબ મિશ્રણ હોય એવો દેખાય છે. દીપિકાએ ફ્લેરવાળો પલાઝો પેન્ટ પહેર્યો છે, જે અત્યારનો હોટ ટ્રેન્ડ છે, પરંતુ એની ઉપરનું અત્યંત ટૂંકુ ટોપ આજથી દસ વર્ષ પહેલાં ફેશનમાં હતું. દીપિકાના આ લૂકને જોઇને વિચાર આવે કે, તેની ડ્રેસ ડિઝાઇનર કદાચ ભાગી ગઇ હશે અને આથી તે જે હાથમાં આવ્યું એ પહેરીને ઇવેન્ટમાં પહોંચી ગઇ.

એલિયન

એલિયન

સ્ટાર સ્ક્રિન એવોર્ડસ 2015, જે જાન્યૂઆરી 2016માં યોજાયો હતો, એ ફંક્શનમાં દીપિકા કંઇક આવા આઉટફિટમાં જોવા મળી હતી. દીપિકા ખૂબ સુંદર છે, પરંતુ અહીં તેનો આઉટફિટ, મેકઅપ, હેર સ્ટાયલ; કશું જ એકબીજા સાથે મેચ નથી કરતું. દીપિકાના આ લૂકને સોશિયલ મીડિયા પર ખાસો ટ્રોલ થયો હતો. આ લૂકમાં દીપિકા ખરેખર ખૂબ અજીબ લાગી રહી હતી.

EMA એવોર્ડ

EMA એવોર્ડ

આ વર્ષે એમ ટીવીના એમા એવોર્ડમાં દીપિકાનો કંઇક આો લૂક જોવા મળ્યો હતો. આગળના બંન્ને લૂક્સ કરતાં આ ઘણો એક્સેપ્ટેબલ લૂક કહી શકાય, પરંતુ આમ છતાં આંતરરાષ્ટ્રીય લેવલે દીપિકાના લૂકની ઘણી આલોચના થઇ હતી. ધ્યાનથી ફોટો જોતાં ખ્યાલ આવે છે કે, દીપિકાના આ ઓવર સ્ટાઇલિશ લૂકમાં તે પોતે પણ એટલી કોન્ફિડન્ટ કે કમ્ફર્ટેબલ નથી લાગતી.

સ્ટાર સ્ક્રિન એવોર્ડ્સ 2016

સ્ટાર સ્ક્રિન એવોર્ડ્સ 2016

થોડા દિવસો પહેલાં જ યોજાયેલા સ્ટાર સ્ક્રિન એવોર્ડ્સ 2016માં દીપિકા કંઇ આ અંદાજમાં જોવા મળી હતી. ફરી એક વાર સ્ટાર સ્ક્રિન એવોર્ડ્સમાં તેના લૂકની આલોચના થઇ છે. પહેલી નજરે જોતાં દીપિકાનું ગાઉન સ્ટાયલિશ અને સુંદર લાગશે, પરંતુ ફેશન ક્રિટિક્સનું કહેવું છે કે, આ ગાઉન માત્ર રાઇટ સાઇડથી સુંદર લાગે છે, તમે જ્યારે દીપિકાને નજીકથી ફેસ ટુ ફેસ જુઓ તો આ ડિઝાઇનર આઉટફિટનો ચાર્મ ઉડી જાય છે. વળી બ્લેક ગાઉન સાથે દીપિકાનો ન્યૂડ લિપસ્ટિક મેકઅપ પણ ખાસ સારો નથી લગતો.

English summary
Deepika Padukone worst looks of 2016, see pics.
Please Wait while comments are loading...