લગ્ન પહેલા દીપિકાએ મહેંદીવાળી પાસે સાઈન કરાવ્યો સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, જાણો કેમ?

પોતાના લગ્નમાં દીપિકાએ જે મહેંદી ડિઝાઈનરને સાઈન કરી છે તેની સામે કેટલીક શરતો રાખવામાં આવી છે.

બોલિવુડની સુંદર મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે આજે ઈટલીમાં લગ્ન કરી લીધા. કોંકણી રિવાજથી બંને આજે પતિ-પત્ની બની ગયા છે તો વળી, સિંધી રિવાજથી બંને કાલે સાત ફેરા ફરશે. આ લગ્નને મીડિયાથી એકદમ દૂર રાખવામાં આવ્યા છે એટલા માટે બંનેના લગ્નના ફોટા હજુ સુધી સામે આવ્યા નથી.

દીપિકાએ મહેંદીવાળી પાસે સાઈન કરાવ્યો હતો સ્પેશિયલ કોન્ટ્રાક્ટ

દીપિકાએ મહેંદીવાળી પાસે સાઈન કરાવ્યો હતો સ્પેશિયલ કોન્ટ્રાક્ટ

જો કે આ હાઈ પ્રોફાઈલ લગ્નની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. આ લગ્નને એક્સક્લુઝીવ બનાવવામાં બંને સ્ટાર્સે કોઈ કસર છોડી નથી. તમને જાણીને નવાઈ લાગશે કે પોતાના લગ્નમાં દીપિકાએ જે મહેંદી ડિઝાઈનરને સાઈન કરી છે તેની સામે કેટલીક શરતો રાખવામાં આવી છે.

મહેંદી આર્ટીસ્ટ દીપ્તિબેન મારુને લગ્ન માટે કરાયા સાઈન

મહેંદી આર્ટીસ્ટ દીપ્તિબેન મારુને લગ્ન માટે કરાયા સાઈન

સમાચાર છે કે દીપિકાએ મુંબઈમાં રહેતી મહેંદી આર્ટીસ્ટ દીપ્તિબેન મારુને પોતાના લગ્ન માટે સાઈન કર્યા છે. તેઓ જાણીતા મહેંદી ડિઝાઈનર છે જે હાલમાં દીપિકા-રણવીર સાથે ઈટલીમાં છે. તેમની સામે દીપિકાએ શરત રાખી હતી કે તે લગ્નમાં દીપિકાને જે ડિઝાઈન લગાવશે તેના વિશે તે કોઈને પણ નહિ જણાવે અને ના તો તે પોતાના પરિવાર સાથે ત્યાં સુધી વાત કરશે જ્યાં સુધી તે ઈટલીમાં છે.

નહિ ક્લિક થાય ફોટા

નહિ ક્લિક થાય ફોટા

એટલુ જ નહિ કોઈ પણ પ્રકારના ફોટો પણ શેર કરવાની મનાઈ કરવામાં આવી છે. હાલમાં આ વિશે દીપ્તિબેન મારુના પરિવારના લોકો પણ મીડિયા સાથે વાત નથી કરી રહ્યા. દીપિકા ઉપરાંત દીપ્તિએ રણવીર સિંહને પણ મહેંદી લગાવી છે.

દીપવીર આપશે બે જગ્યાએ રિસેપ્શન

દીપવીર આપશે બે જગ્યાએ રિસેપ્શન

તમને જણાવી દઈએ કે ઈટલીમાં લગ્ન કર્યા બાદ દીપવીરનું મુંબઈ રિસેપ્શન 28 નવેમ્બર (બુધવાર) ના રોજ હોટલ ગ્રાન્ડ હયાતમાં યોજાશે તો વળી, 21 નવેમ્બરે દીપિકાના હોમટાઉન બેંગલુરુમાં રિસેપ્શન પાર્ટી થશે જેમાં ખેલ જગત અને બોલિવુડની હસ્તીઓ પણ શામેલ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X