નવાઝુદ્દીને પ્રેમિકાઓ અંગે કર્યા ખુલાસા, નોંધાઇ ફરિયાદ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની મુશ્કિલો ઓછી થવાનું નામ જ નથી લેતી. તેમણે પોતાની આત્મકથામાં એક્સ-ગર્લફ્રેન્ડ્સનો ઉલ્લેખ કર્યા બાદ આ અંગે અનેક વિવાદો અને પ્રશ્નો ઊભા થઇ રહ્યાં છે. નવાઝુદ્દીને આ આત્મકથામાં પોતાની એક્સ-ગર્લફ્રેન્ડ્સ તરીકે જેમનું નામ લીધું હતું, તે નિહારિકા સિંહ અને સુનીતા રજવાર પોતાની નારાજગી પહેલાં જ વ્યક્ત કરી ચૂક્યાં છે. હવે દિલ્હીના એક વકીલે નવાઝુદ્દીન વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે.

નિહારિકાનું અપમાન

નિહારિકાનું અપમાન

દિલ્હીના વકીલ ગૌતમ ગુલાટીએ આયોગમાં નિહારિકાની માનહાનિનો ઉલ્લેખ કરતાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું હતું કે, હું નિહારિકાને નથી ઓળખતો અને ના તો મેં એની સાથે વાત કરી છે. મેં રાષ્ટ્રીય મહિલા આયોગમાં નવાઝુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ આઈપીસીની કલમ 376(બળાત્કાર), 497(વ્યાભિચાર) અને 509(મહિલાઓના સન્માનનું અપમાન) હેઠળ ફરિયાદ નોંધાવી છે. નવાઝુદ્દીનનો નિહારિકા સાથે અફેર થયો ત્યારે તેઓ પરિણીત હતા અને તેમણે આ વાત પોતાની પત્નીથી છુપાવી હતી. નવાઝુદ્દીને એકવાર પણ વિચાર કર્યા વગર આ વાતો છાપી દીધી. તેમણે એ પણ ન વિચાર્યું કે, આમ કરવાથી પીડિતાના લગ્નજીવન પર શું અસર થશે. મફતની પબ્લિસિટી અને પૈસા માટે તેમણે એક મહિલાનું અપમાન કર્યું.

નિહારિકા વિશે નવાઝુદ્દીન

નિહારિકા વિશે નવાઝુદ્દીન

ઉલ્લેખનીય છે કે, નવાઝુદ્દીને પોતાની આત્મકથા 'એન ઑર્ડિનરી લાઇફ'માં તેમના પ્રેમ જીવન સંબંધિત અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. નિહારિકા સિંહ અંગે નવાઝુદ્દીને લખ્યું હતું કે, નિહારિકા બુદ્ધિશાળી યુવતી છે. તે મારી સ્ટ્રગલ સમજતી હતી. તે ઇચ્છતી હતી કે, અમારો સંબંધ અન્ય કપલ્સ જેવો મધુર હોય, પરંતુ મારો હેતુ માત્ર એક જ હતો. આ આત્મકથામાં તેમણે સ્વીકાર્યું છે કે, તેઓ નિહારિકા પાસે માત્ર પોતાના શારીરિક સંતોષ માટે જતા હતા. નિહારિકાને જેવી આ વાતની જાણ થઇ કે, તેણે નવાઝુદ્દીન સાથે બ્રેકએપ કરી લીધું હતું.

નિહારિકાનો જવાબ

નિહારિકાનો જવાબ

આ અંગે જ્યારે નિહારિકાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, નવાઝુદ્દીન પોતાના પુસ્તકની પબ્લિસિટી માટે એક મહિલાનું અપમાન કરી રહ્યાં છે. હું સંપૂર્ણ રીતે શોક્ડ છું. નવાઝુદ્દીન અને મારું રિલેશનશિપ વર્ષ 2009માં 'મિસ લવલી' દરમિયાન હતું અને તે થોડા જ મહિનામાં સમાપ્ત થઇ ગયું હતું. આથી હવે જ્યારે તેઓ મારા વિશે આવી વાતો લખે છે, ત્યારે મને માત્ર હસવુ આવે છે. સ્પષ્ટ છે કે, તેઓ પોતાનું પુસ્તક વેચવા માંગે છે અને આ માટે મહિલાનું અપમાન કરવામાં પણ તેમને કોઇ વાંધો નથી. તેમણે જે કંઇ પણ લખ્યું છે, એ અંગે મને કોઇ જાણકારી નહોતી. તેમના આવા વલણને કારણે જ મેં તેમની સાથેનો સંબંધ પૂર્ણ કર્યો હતો.

નવાઝુદ્દીનનો પહેલો પ્રેમ

નવાઝુદ્દીનનો પહેલો પ્રેમ

નવાઝુદ્દીને આ પુસ્તકમાં પોતાના પહેલા પ્રેમ અને પહેલી ગર્લફ્રેન્ડ અંગે પણ અનેક વાતો લખી છે. તેમની પ્રથમ ગર્લફ્રેન્ડ હતી સુનીતા રાજવર, આ બંનેએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણ્યા હતા અને નવાઝુદ્દીન સુનીતાના સિનિયર હતા. નવાઝુદ્દીને લખ્યું છે કે, તેમની ગર્લફ્રેન્ડે તેમને ગરીબીને કારણે છોડી દીધા હતા અને એ પછી તેમના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો. તેમણે લખ્યું છે કે, આ બ્રેકઅપ બાદ પ્રેમ પરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો હતો.

સુનીતા રાજવરનો જવાબ

સુનીતા રાજવરનો જવાબ

સુનીતા રાજવરે નવાઝુદ્દીને લખેલી વાતોને બિલકુલ ખોટી કહેતાં એક ફેસબૂક પોસ્ટ લખી છે અને તેમણે કહ્યું છે કે, આ પુસ્તકમાં માત્ર છપાઇ છે, સચ્ચાઇ નહીં. તેમણે ખૂબ સરળતાથી અહીં પોતાને ખરાબ ચિતર્યા છે અને આ માટે મહિલાઓને દોષ આપ્યો છે. નાની-નાની ઘણી ખોટી વાતોને ભૂલી જઇએ તો પણ અમારા બ્રેકઅપની વાતમાં તેઓ બહુ મોટી રમત રમી ગયા છે. તેઓ હંમેશાથી Sympathy Seeker રહ્યાં છે. તે કોઇ એવી વસ્તુ જવા નથી દેતાં જ્યાં તેમને સહાનુભૂતિ મળી શકે એમ હોય. તેમનો દેખાવ, ગરીબાઇ, તો ક્યારેક પોતાની વોચમેનની નોકરી. સાચી વાત તો એ છે કે, એ સમયે તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ મારા કરતાં સારું હતું.

સુનીતાએ જણાવ્યું બ્રેકઅપનું કારણ

સુનીતાએ જણાવ્યું બ્રેકઅપનું કારણ

સુનીતાએ આગળ કહ્યું છે કે, નવાઝુદ્દીન કહે છે કે, તેઓ સ્ટ્રગલર હતા, ગરીબ હતા, આથી મેં તેમને છોડી દીધા. તો એ સમયે હું શું હતી, તમારાથી વધારે ગરીબ તો હું હતી. તમે તો પોતાના ઘરમાં રહેતા હતા, હું તો મારી મિત્રને ત્યાં રહી સ્ટ્રગલ કરી રહી હતી. તમે પણ સારી રીતે જાણો છે કે, આપણો સંબંધ એક પ્લેથી શરૂ થયો હતો અને એ પ્લેના ત્રણ શો પહેલા જ આપણો સંબંધ પૂર્ણ થઇ ગયો હતો, કારણ કે તમારી હકીકત મારી સામે આવી ગઇ હતી. મેં તમારા ફોન લેવાના બંધ કરી દીધા કારણ કે મને તમારી પર ઘિન્ન આવતી હતી. મેં તમને એટલા માટે છોડ્યા કારણ કે, તમે આપણી વ્યક્તિગત વાતો કોમન ફ્રેન્ડ્સ સામે બોલી એ વાતની મજાક બનાવતા હતા. મેં તમને ગરીબીને કારણે નહીં, તમારી ગરીબ વિચારસરણીને કારણે છોડ્યા હતા.

English summary
A Delhi based lawyer Gautam Gulati has filed a complaint against Bollywood actor Nawazuddin Siddiqui in National Commission For Women.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.