Exclusive : આખરે શું રહી ગઈ છે ‘એડલ્ટ’ શબ્દની વ્યાખ્યા?
અમદાવાદ, 3 જાન્યુઆરી : દિલ્હી ગૅંગ રેપ અંગે સમગ્ર દેશ ઉદ્વેલિત છે અને પીડિતાના મોત બાદ તો જાણે દેશમાં રોષ ફાટી નિકળ્યો છે. સમગ્ર દેશ તેવા લોકોને મહિલાઓના દુશ્મન માની બેઠો છે કે જેઓ આપણી જ આ માનવજાતિના ભાગ છે. જો પીડિતા કોઇક માતા-પિતાની પુત્રી હતી, તો આ એક બનાવ માટે એક ખાસ વર્ગ (જેને આજે ગંદી નજરો ધરાવતાં પુરુષો)ને ગુનેગાર ઠેરવાઈ રહ્યાં છે, તેઓ પણ તો કોઇક માતા-પિતાના જ સંતાનો છે અને એ પણ ભુલવું જોઇએ નહીં કે અતરેક દરેક વસ્તુનો ખરાબ હોય છે.
દિલ્હી ગૅંગ રેપ અંગે ચલાવાતી ઝુંબેશ અંગે જે જાહેર ચર્ચાનો જંગ છેડાયો છે, તેમાં સૌથી મોટું પક્ષપાત એ જ છે કે આ ચર્ચામાં એક મહત્વના પાસાને માથેથી ઉડાડી દેવાય છે અને અવગણવામાં આવી રહ્યું છે. અહીં સુધી કે ગુસ્સાથી રાતાં-પીળા થઈ વિરોધ પ્રદર્શન કરતાં પ્રદર્શનકારીઓ ખાસકરીને યુવતીઓ અને મહિલાઓના હાથોએ રહેલા બૅનર્સ-પોસ્ટર્સ આપણા જ સમાજને બે ભાગોમાં વિભક્ત કરવા ઉતાવળાં હોય એવું લાગે છે. એવું નથી કે આમ કહીને અમે પીડિતા સાથે કોઈ અન્યાય કરી રહ્યાં છીએ. અમારો ધ્યેય માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સૌને અધિકાર હોવાની બાબત જણાવવાનો છે.
આખરે આ શોર કોની વિરુદ્ધ છે? શું કોઈક માનસિકતા વિરુદ્ધ છે કે પછી બળાત્કારના આરોપીઓ વિરુદ્ધ. જો બળાત્કારીઓ કે આરોપીઓ વિરુદ્ધ હોય, તો તેઓ તો જેલમાં પહોંચી ચુક્યાં છે અને પીડિતાની બદદુઆએ વહેલામાં વહેલી તકે તેઓ પોતાના અંજામે પણ પહોંચી જશે, પરંતુ જો બાબત માનસિકતાની હોય, તો પછી પ્રદર્શનકારીઓના બૅનર્સ-પોસ્ટર્સને અવગણી શકાય નહીં કે જે જાહેર શુદ્ધતા (Public Hygiene) અને નારી સન્માન તથા નારી ગૌરવને જ ક્ષીણ કરી રહ્યાં હતાં.
જ્ઞાન અને વિજ્ઞાનમાં ફરક
હકીકતમાં દરેક સમસ્યાનો ઉકેલ આપણી ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્માં ઉપલબ્ધ જ છે. જ્ઞાન અને વિજ્ઞાનમાં એ જ સૌથી મોટો ફરક છે. વિજ્ઞાન રોગ મટાડે છે જ્યારે જ્ઞાન રોગના મૂળિયા ઉખેડી ફેંકે છે. વિજ્ઞાનની સારવાર બાદ પણ રોગ ઉથલો મારી શકે છે જ્યારે જ્ઞાન દ્વારા થયેલ સારવાર બાદ રોગ કાયમ માટે જતું રહે છે. દિલ્હીના આ સમગ્ર પ્રકરણ અંગે આજનું આપણું તથાકથિત આધુનિક અને સુધિ (હોંશિયાર) મીડિયા મોટી-મોટી ચર્ચાઓ અને દલીલબાજીઓ કરાવી રહ્યું છે, પરંતુ તમામ ચર્ચાઓ-દલીલો એળે જ જશે, કારણ કે આ ચર્ચામાં માત્ર એ જ પક્ષ સાંભળવામાં આવી રહ્યું છે. અરે ભાઈ, આ બાબતની મંજૂરી તો આપણું બંધારણેય નથી આપતું. પ્રત્યક્ષ રીતે હત્યા કરનારને પણ અદાલતમાં તેની વાત મુકવાની તક આપવામાં આવે છે.
લાગણી-કમાણીના આવેશમાં મીડિયાનું પક્ષપાતી વલણ
પરંતુ આજના મીડિયાની આંધડી દોટ તો જુઓ. તે લાગણી અને કમાણીના આવેશમાં બીજા પક્ષને બોલવાની તક આપવા જ તૈયાર નથી. તાજો જ દાખલો જોઇએ. રાજસ્થાનના એક ભાજપના ધારાસભ્યે નિવેદન શું આપ્યું કે હોબાળો મચી ગયો. બિચારા ધારાસભ્યે સ્કૂલોમાં છોકરીઓના સ્કર્ટ પહેરવા ઉપર પ્રતિબંધની માંગણી કરી હતી. શું કોઈ સામાન્ય ભારતીય પિતા ઇચ્છે છે કે તેની વહાલસોયી દીકરી સ્કૂલે સ્કર્ટ પહેરીને જાય? સ્કૂલ મૅનેજમેંટ આગળ લાચારીને વશ જ માતા-પિતા પોતાની દીકરીઓને એવાં કપડા પહેરવા દે છે અને મજબૂરીવશ છુટછાટ પણ આપે છે કે જેને આજનો કથિત આધુનિક સમાજ અને બૌદ્ધિક વર્ગ સામાન્ય ભારતીય તરફથી આવાં કપડાંને મંજુરીની મહોર સમજી બેસે છે. પેલા ધારાસભ્યજીએ નિવેદન આપ્યું, તો મીડિયાવાળા એવી રીતે ભડક્યાં કે જાણે મોટો ગઝબ થઈ ગયો હોય. આ જ મીડિયાએ એક દિવસ પહેલા શશિ થરૂરના એક સારા નિવેદનની પણ ટીકા કરી હતી, પણ બીજા જ દિવસે જ્યારે પીડિતાના પિતાએ તેની પુત્રીના નામનો ખુલાસો કરવા સામે કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું તો મીડિયા શશિ થરૂરના નિવેદનને સીધી રીતે દર્શાવવા લાગ્યું.
સમગ્ર સંસાર દૃશ્યનો છે
ગીતા કહે છે એટલે કે ગીતા સાર કહે છે કે દૃશ્યનો જ સંસાર છે. જેની આંખો બંધ છે, તેના માટે સંસાર નથી. આ બાબત વધુ સઘન રીતે સમજીએ, તો માનવ શરીરમાં પાંચ ઇન્દ્રિઓ હોય છે. રૂપ (આંખ), રસ (જીભ), ગંધ (નાક), સ્પર્શ (ત્વચા) અને શ્રવણ (કાન). જરા વિચારો. એક શબ કે મડદું પડ્યું હોય. તેના શરીરમાં પણ આ પાંચેય ઇન્દ્રિયો હાજરાહજૂર હોય છે, પરંતુ શું હવે તેમાંથી એક પણ ઇન્દ્રિય કામ કરે છે? શું આ મડદા માટે હવે સંસાર છે? પાંચો ઇન્દ્રિયોના વિષયોથી બને છે સંસાર અને આ સંસાર તરફ લઈ જવાનું પ્રથમ કાર્ય શરૂ થાય છે આંખો દ્વારા આંખો જુએ છે, ત્યારે જ તો મન માંગણી કરે છે, જીભ સ્વાદ ઇચ્છે છે, ત્વચા સ્પર્શ અને કાન સાંભળવાની માંગણી કરે છે.
પરંતુ તથાકથિત પશ્ચિમી સંસ્કૃતિથી ઓતપ્રોત આજના આધુનિક દોરની આ જ્વલંત સમસ્યા માટે કોઈ તથાકથિત સુધિ અને જાગૃત મીડિયા આ દૃશ્યને જવાબદાર ગણવા તૈયાર નથી. જેમ ફિલ્મો કે સીરિયલોમાં અશ્લીલતા કે પછી છોકરીઓ-સ્ત્રીઓના કપડાંની વાત આવે છે, તરત જ લોકો ઉદ્વેલિત થઈ જાય છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે કે જ્યારે આ બાબતમાં યુવતીઓ-મહિલાઓ જ વધુ ઉગ્ર દેખાય છે. શું આ પ્રશ્ન ઉઠાવનાર માણસ કોઈ બહેનનો ભાઈ, દીકરીનો પિતા કે માતાનો પુત્ર નથી?
પાંગળી દલીલબાજી
આ દલીલ અંગે કેટલાંક લોકો કહે છે કે નશા શરાબમાં હોતી, તો નાચતી બોતલ. તેથી લોકોએ દાળ-રોટી ચલાવવા તમામ નૈતિકતાઓ નેવે મૂકી છે. તેમાં કોઈ શંકા નથી કે સાહિત્ય અને સિનેમા સમાજના દર્પણ હોય છે, જે કંઈ સમાજમાં બને છે, તે જ રજુ કરવામાં આવે છે. તેથી એમ કહેવું યોગ્ય ન કહેવાય કે સમાજમાં ફેલાતી અશ્લીલતા માટે ફિલ્મો-સીરિયલો જ જવાબદાર છે. આજે જો એક વેબસાઇટ ઉપર મેરી કોમ અને સન્ની લિયોન બંને હોય, તો લોકો મેરી કોમના સ્થાને સન્નીને જોવું વધુ પસંદ કરશે, પરંતુ આ દલીલ પાંગળો બચાવ જ કહેવાય.
ક્યાંક તો મૂળ છે
પરંતુ સમાજમાં વ્યાપ્ત આ બગાડ પાછલ કોઇક તો કારણ હશે? એ કારણ છે ઇન્દ્રિયોના વિષયો. એક વાત સાથે તો વિજ્ઞાન પણ સંમત છે કે જ્યારે કોઈ બાળક બહેરું પેદા થાય, તો મોટો થઈ તે મૂંગો પણ હોય જ છે, કારણ કે તેણે શબ્દોનું શ્રવણ કર્યુ હોતું નથી. આ જ રીતે જ્યારે આપણે સવારે ઘરેથી કોઇક સારી ધુન સાંભળી નિકળીએ (કે જે પબ્લિક મીડિયામાંથી જ આવી રહી હોય છે), તો દિવસ ભર મનમાં તેનું ગણગણાટ ચાલુ જ રહે છે. આ દાખલો આપવાનો મતલબ એ જ છે કે આપણે આજે જે કંઈ પણ દૃશ્ય જોઇએ છીએ, તે સ્વચ્છ અને શ્લીલ નથી. પબ્લિક મીડિયામાં જે બતાવાય છે કે દર્શાવાય છે, તેવું સામાન્ય જાહેર જીવનમાં મહદઅંશે થતું નથી. ફિલ્મોમાં જેટલી નગ્નતા દર્શાવાય છે, તેમ સામાન્ય જાહેર જીવનમાં કોઈ યુવતી કે યુવક આચરણમાં નથી લાવતાં, પરંતુ ફિલ્મોના આ દૃશ્યો વ્યક્તિની માનસિકતા ઉપર અસર કરે છે અને એ ધરબાયેલી માનસિકતા આવા દિલ્હી ગૅંગ રેપ જેવા બનાવોમાં પરિણમે છે. ફિલ્મી કે સીરિયલોની મહારાણીઓ દ્વારા આચરવામાં આવેલ નગ્નતાનો ભોગ સામાન્ય યુવતીઓ બને છે.
બાકી શું રાખ્યું ?
જો એમ માની લઇએ કે પૈસા ખાતર જ આ બધુ કરવામાં આવે છે, તો પછી શરીર તો તેઓ પણ વેચે છે કે જેમને સમાજ વેશ્યા તરીકે ઓળખે છે, પરંતુ તેઓ શહેરના એક ખૂણે બેસી આવું કામ કરે છે. જો શરીર વેચી કે બતાવીને જ પૈસા કમાવવા હોય, તો પછી અશ્લીલતા અને નગ્નતાનું માપદંડ નક્કી કરવું જોઇએ. પબ્લિક મીડિયામાં દર્શાવાતી નગ્નતા અને વેશ્યાવૃત્તિ દ્વારા કરાતા આચરણમાં ફેર કેટલું? માત્ર એટલું જ ને કે પબ્લિક મીડિયા એટલે કે ફિલ્મો, સીરિયલોમાં દર્શાવાતા અશ્લીલ દૃશ્યો તે પરાકાષ્ઠાએ નથી પહોંચતાં કે જે પરાકાષ્ટા સુધીનું આચરણ કર્યા બાદ એક વેશ્યા પૈસા કમાય છે. માત્ર એટલો જ તો ફરક છે ને? કહેવાનો તાત્પર્ય એ છે કે આપણાં સેંસર બોર્ડ કે પબ્લિક મીડિયાને નિયંત્રિત કરતાં વહિવટી તંત્રે એડલ્ટ શબ્દનો સોથ વાળી દીધો છે.
શું સ્તન અને યોનિ આવરણ જ રહી ગયાં છે એડલ્ટની પરિધમાં ?
મીડિયામાં માત્ર એટલું જ બતાવવાનું બાકી રખાયું છે કે જે એક સ્ત્રી-પુરુષ પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી કરે છે. તે અગાઉના તમામ દૃશ્યો સાવ ખુલ્લેઆમ દર્શાવાય છે. અભિનેત્રીઓ ફિલ્મોમાં જે રીતે કપડાં ઉતારવાની પરાકાષ્ઠાએ પહોંચી જઈ માત્ર સ્તન અને યોનિ માર્ગ જ ઢાંકવા જેટલાં કપડાં સાથે આવતી હોય, તો આવી પરિસ્થિતિમાં એડલ્ટની વ્યાખ્યા અને તેના માપદંડો ક્યાં રહી ગયાં? શું સ્તનના બે બિંદુઓ (જેમાંથી દૂધ પી આપણે માણસ તરીકે મોટા થયાં) અને માત્ર યોનિ છિદ્ર (જ્યાંથી આપણે અવતરિત થયાં) જ એડલ્ટની પરિધમાં રહી ગયાં છે? શું સ્તનના બે બિંદુઓ અને માત્ર તે યોનિ છિદ્ર જ અશ્લીલતાના માપદંડ રહ્યાં છે? શું આ બંને વસ્તુઓ છુપાવી દેવા માત્ર જ કપડાનું કાર્ય રહ્યું છે. આ અંગે સરકારે વિચારવું જોઇએ. કોઈ વ્યક્તિ બગડી જાય અને વેશ્યાના કોઠે જવા લાગે, તો તેને કોઠે જતા રોકી શકાય, પરંતુ જ્યાં ડગલેને પગલે કોઠાવાળી પરિસ્થિતિ હોય, તો પછી શું કરવું જોઇએ? શું બૉબી માટે એ સર્ટિફિકેટ આપનાર સેંસર બોર્ડ શીલા અને મુન્ની ઉપર ફિદા છે? શું મહેશ ભટ્ટ દ્વારા પોતાની દીકરીને ખુલ્લેઆમ કિસ કરવું અને તેની સાથે લગ્ન સુદ્ધા કરવાની ઇચ્છા વ્યક્ત કરવી જાહેર શુદ્ધતા દર્શાવે છે? એમ તો આ કળિયુગમાં પિતા દ્વારા પુત્રી સાથે બળાત્કારના બનાવો ક્યાં નથી બનતાં? તે પિતા જો ગુનેગાર હોય, તો મહેશ ભટ્ટ ભગવાન મહેશ તો ન જ ગણી શકાય. માત્ર પૈસા પર ચાલતું બૉલીવુડ જો એમ માનતું હોય કે નગ્નતા દર્શાવવાથી પૈસા મળે છે, તો યાદ કરો ફિલ્મ શોલે કે જેણે 75 સપ્તાહ ચાલવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. તો પછી આજની ફિલ્મો રેકૉર્ડ કેમ નથી બનાવતી? કેમ ફિલ્મોને સો કરોડ-બસ્સો કરોડ ક્લબમાં શામેલ કરવાની આંધળી દોટ ચાલે છે. માત્ર પૈસા કમાવી લેવાનો જ ધ્યેય હોય, તો પછી આવી ફિલ્મો કે સીરિયલોને પબ્લિક મીડિયામાંથી બહાર કેમ ન કરાવાય?
ક્યારે જાગશે ઘોર નિદ્રામાં પોઢેલું વહિવટી તંત્ર
શું કોઈ આ બાબત સાથે સંમત થવાનો ઇનકાર કરશે કે ફિલ્મો પબ્લિક મીડિયાનો એક મહત્વનો ભાગ છે? જે રીતે કોઈ સાહિત્ય, પુસ્તક, ગ્રંથ, ટેલીવિઝન, ઇન્ટરનેટ પબ્લિક મીડિયાના ભાગ છે, તેવી જ રીતે ફિલ્મો-સીરિયલો પણ તેનો જ ભાગ છે. હવે આપણે સૌ ઇતિહાસથી પણ વાકેફ હશું જ કે દેશ-દુનિયાની અનેક મહાન વ્યક્તિઓએ ક્યાંકને ક્યાંક કોઈ સાહિત્ય-વાંચન-દૃશ્ય-શ્રવણ દ્વારા જ પ્રેરણા મેળવી હશે અને મહાન વ્યક્તિ બન્યાં હશે. બિલ્કુલ એવી જ રીતે પબ્લિક મીડિયામાં આવતી તમામ વસ્તુ સામાન્ય વ્યક્તિને અસર કરે છે. એવામાં ફિલ્મો-સીરિયલોમાં વધતી અશ્લીલતાને જાહેર શુદ્ધતા બગાડવા માટે જવાબદાર કેમ ન ઠેરવી શકાય? આપની એક માસૂમ કે પછી તરુણાવસ્થામાં પહોંચેલી દીકરી હોય, તો શું આપ સીરિયલ બડે અચ્છે લગતે હૈં... નો પેલો બેડરૂમ વાળો લાંબો દૃશ્ય તેની સાથે બેસી જોઈ શકો છો? આ તમામ બાબતો દર્શાવવા માટે કાયદેસર એ સર્ટિફિકેટ લેવાની જોગવાઈ છે, પરંતુ સેંસર બોર્ડ અને અન્ય જવાબદાર તંત્રો ઘોર નિદ્રામાં પોઢી ગયા લાગે છે. ક્યાંય કોઈ લગામ દેખાતી નથી.