For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રાન્ડ મસ્તી ઉપર પાણી ફર્યું, હાઈકોર્ટે ફરમાવ્યો પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર : એક સફળતાની અપેક્ષામાં રાચતાં વિવેક ઓબેરૉય તથા આફતાબ શિવદાસાણીના મંસૂબાઓ ઉપર પાણી ફરી શકે છે, કારણ કે આ બંનેની ફિલ્મ ગ્રાન્ડ મસ્તી ઉપર દિલ્હી હાઈકોર્ટે હાલ પ્રતિબંધ ફરમાવ્યો છે, કારણ કે ફિલ્મમાં આઈસીઆઈસીઆઈ બૅંકના નામ તથા દૃશ્યોનો ઉપયોગ કરાયો છે. તે અંગે હાઈકોર્ટે ફિલ્મ નિર્માતા તથા દિગ્દર્શકને નોટિસ પાઠવી છે.

grand-masti

નોંધનીય છે કે ગ્રાન્ડ મસ્તી સુપરહિટ ફિલ્મ મસ્તીની સિક્વલ છે. ફિલ્મમાં દ્વિઅર્થી સંવાદો છે. ફિલ્મના લીડ હીરો રીતેશ દેશમુખે પોતે કહ્યું છે કે ગ્રાન્ડ મસ્તી એક એવી ફિલ્મ છે કે જેને ફૅમિલીનો દરેક મેમ્બર જુદા-જુદા જોઈ શકે છે. ફિલ્મ પાસે ત્રણે સિતારાઓને ઘણી આશા છે.

દરમિયાન આઈસીઆઈસીઆઈ બૅંક તરફથી વકીલ સંજય જૈને ફિલ્મ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જોકે આ ફિલ્મ માટે કોર્ટમાં અગાઉ પણ એક અરજી દાખલ કરાઈ હતી. તે અરજીમાં કહેવાયુ હતું કે ફિલ્મમાં જોરદાર અશ્લીલતા છે કે જે સમાજ માટે સારી નથી. હજી તે અરજી વિચારાધીન હતી, ત્યારે આ બીજી અરજીએ ફિલ્મના દિગ્દર્શક ઇન્દ્ર કુમારના પરસેવા છુડાવી દીધાં છે.

ગ્રાન્ડ મસ્તી ફિલ્મ આગામી 16મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. હવે હાઈકોર્ટની આ નોટિસે ફિલ્મની રિલીઝ સામે પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે.

English summary
The Delhi High Court restrained the makers of Bollywood film "Grand Masti" from showing the name and banner of ICICI bank on its plea alleging that no prior permission was taken from it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X