આકસ્મિક નહિ, શ્રીદેવીની હત્યા કરવામાં આવી હતી, ડીજીપીનો દાવો
આકસ્મિક નહિ, શ્રીદેવીની હત્યા કરવામાં આવી હતી, ડીજીપીનો દાવો
નવી દિલ્હીઃ અભિનેત્રી શ્રીવેદીની હત્યાને લઈ કેરળના ડીજીપી જેલ ઋષિરાજ સિંહે દાવો કર્યો છે કે એ કોઈ અકસ્માત નહિ બલકે મર્ડર હતું. સિંહે પોતાના નજીકના દોસ્ત ફોરેન્સિક એક્સપર્ટ ડૉ ઉમાદથનના હવાલેથી આ દાવો કર્યો છે. શ્રીદેવી લગભગ દોઢ વર્ષ પહેલા દુબઈમાં બાથટબમાં ડૂબવાથી મૃત્યુ પામી હતી, જેને અકસ્માત માનવામાં આવી રહ્યો હતો. આના પર હવે ડીજીપી સિંહે કેરળના એક ન્યૂજપેપરમાં કોલમ લખીને કહ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુનું સત્ય કંઈક બીજું જ હોઈ શકે છે.

શ્રીદેવીની હત્યા થઈ હતી?
પોતાની કોલમમાં કેરળના ડીજીપી જેલ ઋષિરાજ સિંહે લખ્યુ્ કે જ્યારે મારા ખુદના મિત્ર, ફોરેન્સિક એક્સપર્ટ ડૉક્ટર ઉમાદથનને શ્રીદેવીના મૃત્યુ વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે શ્રીદેવીનું મૃત્યુ એક હત્યા હોય શકે છે. ડૉ ઉમાદથનનું કહેવું હતું કે કોઈ ગમે તેટલા નશામાં હોય માણસ એક ફૂટ પાણીમાં ન ડૂબે. એ ત્યારે જ ડૂબશે જ્યારે કોઈ એના બંને પગ પકડશે અને પાણીમાં ડુબાવશે. એવામાં શક્ય છે કે તેને ડુબાવીને મારવામાં આવી હોય. ડૉક્ટર ઉમાદથનનું એક અઠવાડિયા પહેલા જ મૃત્યુ થયું છે. તેમને ક્રાઈમના મામલાના એક્સપર્ટ માનવામાં આવતા હતા.

મૃત્યુ સમયે ઉઠ્યા હતા સવાલ
શ્રીદેવીનું મૃત્યુ 24 ફેબ્રુઆરી 2019ના રોજ દુબઈની એક હોટલમાં થયું હતું. એક લગ્નમાં સામેલ થવા પરિવાર સાથે ત્યાં ગયેલ શ્રીદેવી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી. જ્યાં બાથટબમાં પડવાથી તેનું મૃત્યુ થયું હતું. ત્યારે પણ તેમના મૃત્યુને લઈ સવાલ ઉઠ્યા હતા પરંતુ દુબઈ પોલીસે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આકસ્મિક મૃત્યુ ગણવામાં આવી. જણાવવામાં આવ્યું હતું કે નશાની હાલતમાં એક્ટ્રેસનું બાથટબમાં મૃત્યુ થયું હતું.

બોની કપૂરે કહ્યું- કોઈ પ્રતિક્રિયા આપવા નથી માંગતા
શ્રીદેવીના મૃત્યુને લઈ ડીજીપીએ આપેલ નિવેદન પર બોની કપૂરે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો. શ્રીદેવીના પતિ બોની દુબઈની એક હોટલમાં તેમની સાથે રોકાઈ હતી. ડીજીપીના નિવેદન પર તેમણે કહ્યું કે આવી બેવકૂફી ભરેલ કહાનીઓ પર પ્રતિક્રિયા આપવા નથી માંગતા. મને નથી લાગતું કે એવી કોઈ ચીજ પર પ્રતિક્રિયા આપવી જોઈએ. આ બસ એક કાલ્પનિક કહાની છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
