રાંઝણા માટે ધનુષ ઉપર થતો વખાણનો વરસાદ
મુંબઈ, 27 મે : ઇરોઝ ઇંટરનેશનલ ફિલ્મની રાંઝણા ફિલ્મનું ટ્રેલર આઉટ થઈ ચુક્યું છે અને ટ્રેલર જોયા બાદ સૌ ધનુષના ખૂબ વખાણ કરી રહ્યાં છે. એટલું જ નહીં અનેક લોકોએ તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર પોતાની રીતે ધનુષને સપોર્ટ કરવું શરૂ કરી દીધું છે.

રાંઝણા ધનુષની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે કે જેમાં તેમના હીરોઇન સોનમ કપૂર છે. બૉલીવુડ કોરિયોગ્રાફર-દિગ્દર્શિકા ફરાહ ખાન તામિળ ફિલ્મ અભિનેતા ધનુષના અભિનયથી ખૂબ જ પ્રભાવિત છે. ધનુષ રાંઝણા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે. ફરાહ કહે છે કે ધનુષ સ્ક્રીન ફ્રેન્ડલી અભિનેતા છે. ફરાહે ટ્વિટર પર લખ્યું - મને લાગે છે કે ધનુષ આજના સમયના સૌથી આકર્ષક, દિલકશ તથા સ્ક્રીન ઉપર એકદમ સહજ દેખાતાં અભિનેતા છે. ધનુષ પડદા ઉપર પણ એવાં જ લાગે છે કે જેવા તેઓ હકીકતમાં છે અને આ જ તો કમાલની વાત છે.
બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી કહે છે - ધનુષ બહુ સારા એક્ટર છે. તેમની ફિલ્મ બહુ જ સારી લાગી રહી છે. હું તો ફિલ્મની રાહ જોઈ રહી છું. રાણા દુગ્ગાબાતીનું કહેવું છે કે ધનુષ એક ખૂબ જ બહેતરીન એક્ટિર છે. ફિલ્મનું પ્રોમો ખૂબ બહેતરીન છે. હું તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.
શ્રુતિ હસન કે જે ધનુષની ખૂબ જ નજીક છે જણાવે છે કે ધનુષ બહેતરીન કો-સ્ટાર છે. રાંઝણાનું સંગીત એ. આર. રહેમાને આપ્યું છે જ્યારે આનંદ એલ રાય દિગ્દર્શક છે. ફિલ્મ 21મી જૂનના રોજ રિલીઝ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
