Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : એશા બાદ હવે અહાના પણ થઈ જશે પારકાં

મુંબઈ, 24 જૂન : ધર્મેન્દ્ર અને હેમા માલિની. બૉલીવુડના જવાબદાર દમ્પતિઓમાંના એક દમ્પતિ એટલે ધર્મેન્દ્ર અને હેમા માલિની. બંનેએ પ્રેમ-લગ્ન કર્યાં. ધર્મેન્દ્રના આ બીજા, તો હેમાના પ્રથમ લગ્ન હતાં. ધર્મેન્દ્રને પ્રથમ લગ્નથી બે સંતાનો સન્ની દેઓલ અને બૉબી દેઓલ હતાં, તો બીજા લગ્ન બાદ હેમાએ બે પુત્રીઓ એશા અને અહાનાને જન્મ આપ્યો.

ધર્મેન્દ્રે એક બાજુ પોતાના બંને પુત્રોની તમામ સામાજિક જવાબદારીઓ નિભાવી, તો બીજી બાજુ હેમા સાથે લગ્નથી પ્રાપ્ત બે પુત્રીઓ અંગેની પણ તમામ જવાબદારીઓ નિભાવતા રહ્યાં છે. ધર્મેન્દ્ર-હેમાના પ્રથમ પુત્રી એશા દેઓલનું લગ્ન ગત વર્ષે જ ભરત તખ્તાણી સાથે કરવામાં આવ્યું, તો હવે અહાના પણ પતિના ઘરે જવાની તૈયારી કરી રહ્યાં છે.

અહાના દેઓલનું સગપણ તાજેતરમાં જ દિલ્હીના બિઝનેસ મૅન વૈભવ વોહરા સાથે થયું. ટુંકમાં જ બંને પરણી પણ જશે. સગપણ સમારંભમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ પોતાના પુત્રી અહાના અને ભાવિ જમાઈ વૈભવ વોહરાને આશીર્વાદ આપ્યાં.

આવો જોઇએ અહાના-વૈભવના સગપણની તસવીરો :

જવાબદારીઓ નિભાવતાં ધરમ

જવાબદારીઓ નિભાવતાં ધરમ

ભલે દેઓલ પરિવારનો સિક્કો યમલા પગલા દીવાના 2 તરીકે બૉક્સ ઑફિસે ન ચાલ્યો હોય અને ધરમજી ચૂકી ગયા હોય, પણ પર્સનલ લાઇફમાં ધરમજી પોતાની તમામ જવાબદારીઓ સારી પેઠે નિભાવી રહ્યાં છે.

અહાનાનું સગપણ

અહાનાનું સગપણ

ગત શુક્રવારે ધર્મેન્દ્ર અને તેમના બીજા પત્ની ડ્રીમ ગર્લ હેમા માલિની માટે બહુ જ મોટો દિવસ હતો, કારણ કે શુક્રવારના રોજ બંનેની નાની દીકરી અહાનાનું સગપણ થઈ ગયું.

હેમાના ઘરે સગપણ

હેમાના ઘરે સગપણ

મુંબઈના જુહૂ ખાતે આવેલ હેમાના ઘરે અહાનાનું સગપણ થયું કે જ્યાં ધરમજી હાજર હતાં.

ઓડિશી નૃત્યાંગના અહાના

ઓડિશી નૃત્યાંગના અહાના

ઓડિશી નૃત્યાંના અહાલા દેઓલ અંગે અગાઉ જાણવા મળ્યુ હતું કે તેઓ ફિલ્મોમાં આવવા તૈયાર છે. આ વાત પોતે હેમાએ એક ઈવેંટ દરમિયાન કહી હતી, પરંતુ કૅરિયરની વાત આવતા-આવતા અચાનક અહાનાના સગપણના સમાચાર આવી ગયાં કે જે શૉકિંગ સમાચાર છે.

સ્ટેજ શો અને એડમાં સક્રિય હતાં

સ્ટેજ શો અને એડમાં સક્રિય હતાં

ધર્મેન્દ્ર-હેમાના નાના દીકરી અહાનાએ પોતાના માતા તેમજ મોટા બહેન એશા દેઓલ સાથે અનેક સ્ટેજ શો કર્યાં છે તથા અનેક જાહેર ખબરોમાં પણ તેઓ દેખાયાં છે. એશાના લગ્ન ગત વર્ષે બિઝનેસ મૅન ભરત તખ્તાણી સાથે થયા હતાં.

બિઝનેસ મૅન વૈભવ

બિઝનેસ મૅન વૈભવ

અહાના દેઓલનું સગપણ દિલ્હીના બિઝનેસ મૅન વૈભવ વોહરા સાથે થયું છે.

પરિચિત છે અહાના-વૈભવ

પરિચિત છે અહાના-વૈભવ

બંને એક-બીજાના જાણતા હતાં, પરંતુ આ સંબંધ પૂર્ણત્વે ઍરેંજ મૅરેજ ગણાવાઈ રહ્યો છે. હેમાએ મીડિયાને જણાવ્યું કે વૈભવ બહુ જ સારો છોકરો છે અને અહાના માટે દરેક રીતે ફિટ છે. હજી લગ્નની તારીખ નક્કી નથી થઈ, પણ ટુંકમાં જ બંને પરિવારો મળી લગ્નની તારીખ પાકી કરી નાંખશે. હેમાએ જણાવ્યું કે લગ્ન નક્કી થતાં જ મીડિયાને આ અંગેની માહિતી આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X