આમિરની ધૂમ 3ની ધૂમ, ત્રીજા જ દિવસે બની સો કરોડી!

મુંબઈ, 23 ડિસેમ્બર : વર્ષ 2013એ જતા-જતા હિન્દી સિનેમાઈ દર્શકોને ધૂમ મચાવવાની તક આપી દીધી છે. આમિર ખાનની ફિલ્મ ધૂમ 3એ માત્ર રિલીઝના ત્રીજા જ દિવસે 100 કરોડનો આંકડો ઓળંગી લીધો છે.

dhoom-3
મળતી માહિતી મુજબ ધૂમ 3એ પહેલા દિવસે 36.22 કરોડ, બીજા દિવસે 33.36 કરોડ અને ત્રીજા દિવસે 38.03 કરોડ રુપિયાની કમાણી કરી અને ત્રણે દિવસની કમાણીનો સરવાળો થયો 107.61 કરોડ રુપિયા. ક્રિસમસની રજાના કારણે જ આ ફિલ્મને વીકડેટ્સમાં પણ સારી ગિર્દી ઉમટવાની આશા છે. તેથી બજારોમાં કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની કમાણી ઇશારો કરે છે કે આ ફિલ્મ તમામ રેકૉર્ડ્સ તોડવા તૈયાર છે.

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અભિનીત ફિલ્મ ધૂમ 3 અપેક્ષાનુરૂપ રિલીઝ થનાર દિવસે શાનદાર પ્રદર્શન કરતાં 35 કરોડ કમાવવામાં સફળ રહી. સો કરોડનું બજેટ ધરાવતી ધૂમ 3 ફિલ્મે પહેલા જ દિવસે 36.22 કરોડ રુપિયા કમાવી લીધાં કે જેમાં હિન્દી આવૃત્તિએ 33.42 કરોડ અને તામિળ-તેલુગુ આવૃત્તિએ 2.80 કરોડ રુપિયા કમાવ્યાં. ફિલ્મ ઉદ્યોગ વિશ્લેષકર તરણ આદર્શે જણાવ્યું - ધૂમ 3એ તહેવારી સીઝનથી ઇતર રિલીઝ થનાર ફિલ્મોમાં રેકૉર્ડ ઓપનિંગ કરી છે.

ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે. ફિલ્મ ચાર હજાર કરતા વધારે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. પીવીઆર સિનેમાના સીઓઓ ગૌતમ દત્તાએ જણાવ્યું - આ એક અસામાન્ય ફિલ્મ છે. ધૂમ 3 ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા 35. કરોડ રુપિયા કમાવી લીધા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X