ધૂમ 3 માત્ર આમિરની ફિલ્મ ગણાવાતા ભડક્યાં અભિષેક!
મુંબઈ, 12 ડિસેમ્બર : વર્ષ 2013ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ધૂમ 3 આગામી 20મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે અને આ ફિલ્મને આમિર ખાનની ફિલ્મ ગણાવાઈ રહી છે. દરેક પ્રમોશનલ ઈવેંટ માત્ર આમિર જ આમિર દેખાઈ રહ્યાં છે કે જેથી આપણા જય દીક્ષિત ભડકી ઉઠ્યાં છે. કહે છે કે જૂનિયર બી એટલે કે અભિષેક બચ્ચન ફિલ્મની પૂરી ટીમ સામે ખરાબ રીતે રોષે ભરાયાં છે.

નોંધનીય છે કે ધૂમ સિરીઝની ત્રણે ફિલ્મોમાં કામ કરનાર અભિષેક બચ્ચને બંને ભાગોમાં જોરદાર પ્રસિદ્ધિ મેળવી છે. તેમનો જય દીક્ષિત તરીકેનો રોલ આજે પણ લોકોના હૃદયમાં જીવે છે, તો પડદા ઉપર તેમના સહાયક તરીકે દેખાતાં કૉમેડી કૅરેક્ટર અલી એટલે કે ઉદય ચોપરાને પણ લોકો ભૂલી નથી શકતાં. અભિષેક-ઉદય બંનેને મહત્વ ન મળતાં અભિષેકને ગુસ્સો આવવો સ્વાભાવિક પણ છે.












Click it and Unblock the Notifications
