
શું પ્રેગ્નેન્સી વિશે ખબર પડતા દીયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે કર્યા લગ્ન, જાણો શું કહ્યુ અભિનેત્રીએ
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી દીયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીએ પોતાના બૉયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. જેના લગભગ દોઢ મહિના બાદ હાલમાં જ તેણે જણાવ્યુ કે તે પ્રેગ્નેન્ટ છે અને માન બનવાની છે. દીયાએ બેબી બંપ ફ્લૉન્ટ કરીને સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો તો તે ટ્રોલ થવા લાગી. ઘણા લોકોએ કહ્યુ કે તમે બંનેએ લગ્ન એટલા માટે કર્યા કારણકે તમે પ્રેગ્નેન્ટ હતા. આના પર દીયા મિર્ઝાએ જવાબ આપ્યો છે.

ઈન્સ્ટા પર કર્યો દીયાને સવાલ
ઈન્સ્ટા પર દીયાને પ્રેગ્નેન્સી અને લગ્ન માટે સવાલ થયો હતો. જેના પર તેણે કહ્યુ, એમ કહેવાય છે કે હું અને વૈભવ લગ્ન નહોતા કરતા. પ્રેગ્નેન્સીની ખબર પડતા અમે અચાનક લગ્ન પ્લાન કર્યા આ વાતમાં કોઈ દમ નથી. અમે પહેલા જ લગ્નનનો નિર્ણય લઈ ચૂક્યા હતા. જ્યારે અમે લગ્નની તૈયારીઓમાં લાગ્યા ત્યારે અમને પ્રેગ્નેન્સી વિશે જાણવા મળ્યુ. માટે આ પ્રકારની વાતોનો કોઈ અર્થ નથી.

મારા લગ્ન કરવાનુ કારણ મારી પ્રેગ્નેન્સી નથી
દીયા લખે છે કે ઘણી રસપ્રદ વાતો કરવામાં આવી રહી છે પરંતુ એ સ્પષ્ટ કરવુ જરુરી છે કે અમે લગ્ન પ્રેગ્નેન્સીના કારણે નથી કર્યા. દીયાએ કહ્યુ કે પહેલા પ્રેગ્નેન્સી વિશે જણાવવાનુ કારણ મેડિકલ સાથે જોડાયેલુ હતુ. અમને ખબર નહોતી કે બાળક સેફ છે કે નહિ. અમુક મુશ્કેલીઓ હતી. જ્યારે ડૉક્ટરે કહ્યુ કે તે બાળકની તબિયત માટે ચિંતામુક્ત છે ત્યારે અમે બધાને આ વિશે જણાવ્યુ. તેણે કહ્યુ કે લગ્ન અને પ્રેગ્નેન્સી બંને તેની જિંદગી માટે ખુશીની પળો છે.

હાલમાં જ દીયાએ આપી હતી પ્રેગ્નેન્સીની માહિતી
દીયા મિર્ઝાએ ગયા સપ્તાહે જ આપ્યા હતા પ્રેગ્નેન્સીના સમાચાર
દીયા મિર્ઝાએ ગયા સપ્તાહે, લગ્નના દોઢ મહિના બાદ જણાવ્યુ હતુ કે તે પ્રેગ્નેન્ટ છે. ત્યારબાદ સતત દીયા મિર્ઝાને ટ્રોલ કરવામાં આવી રહી હતી. જેનો જવાબ હવે તેણે આપ્યો છે. ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ દીયા મિર્ઝાએ સાહિલ સંઘા સાથે પહેલા લગ્ન કર્યા હતા. લગભગ એક દશક સાથે રહ્યા બદા દીયા મિર્ઝા અને સાહિલ અલગ થઈ ગયા હતા. દિયા મિર્ઝાએ 2019માં સાહિલ સાથે અલગ થવાની ઘોષણા કરી હતી ત્યારબાદ તે વૈભવ સાથે રિલેશનમાં આવી.