દિયા મિર્ઝાની ભત્રીજી તાન્યા કાકડેનુ કાર અકસ્માતમાં મોત, ફોટો શેર કરીને લખી આવી ઈમોશનલ પોસ્ટ
બૉલિવુડ એક્ટ્રેસ અને મોડલ દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને તેની ભત્રીજી તાન્યા કાકડેના મૃત્યુની જાણકારી આપી છે.
મુંબઈઃ બૉલિવુડ એક્ટ્રેસ અને મોડલ દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને તેની ભત્રીજી તાન્યા કાકડેના મૃત્યુની જાણકારી આપી છે. દિયા મિર્ઝાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની ભત્રીજીની તસવીર પોસ્ટ કરી અને તેની સાથે એક ઈમોશનલ નોટ પણ લખી. દિયાએ ભત્રીજીની તસવીર શેર કરીને આ ઈમોશનલ નોટ લખી છે. તમને જણાવી દઈએ કે દિયા મિર્ઝાની ભત્રીજીનુ રોડ અકસ્માતમાં મોત થયુ છે. અહેવાલ છે કે તાન્યા સોમવારે સવારે તેના મિત્રો સાથે હૈદરાબાદના રાજીવ ગાંધી એરપોર્ટથી તેના ઘરે જઈ રહી હતી ત્યારે તેની કાર દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતમાં તાન્યાનુ મોત થયુ હતુ.

દિયાએ ભત્રીજી માટે લખી ઈમોશનલ પોસ્ટ
દિયા મિર્ઝાએ તેની સ્વર્ગસ્થ ભત્રીજી માટે એક ઈમોશનલ પોસ્ટમાં લખ્યુ- મારી ભત્રીજી, મારી બચ્ચી, મારી જાન. આ દુનિયાને છોડીને જતી રહી. તુ જ્યાં પણ હોય મારી પ્રિય, તને શાંતિ અને પ્રેમ મળે. તુ હંમેશા અમારા દિલમાં સ્મિત લાવી અને તુ જ્યાં પણ હોય ત્યાં તારા નૃત્ય, સ્મિત અને ગીતથી રોશની ભરી દઈશ. ઓમ શાંતિ.
સોશિયલ મીડિયા પર આપ્યા મોતના સમાચાર
દિયા મિર્ઝાએ આ ઈમોશનલ પોસ્ટમાં પીળા હૃદય, વાઘ અને હાથ જોડતા ઈમોજી શેર કર્યા છે. દિયા મિર્ઝાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ભત્રીજીના મૃત્યુના સમાચાર શેર કરતાની સાથે જ તેના ચાહકો, અનુયાયીઓ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોએ કોમેન્ટ કરીને શોક વ્યક્ત કરવાનુ શરૂ કર્યુ. બૉલિવુડ અભિનેતા સુનીલ શેટ્ટી, ગૌરવ કપૂર, એશા ગુપ્તા, સિદ્ધાંત ચતુર્વેદી, રિદ્ધિમા કપૂર સાહની અને અન્ય ઘણા લોકોએ દિયાની પોસ્ટ પર કમેન્ટ કરી છે.

બૉલિવુડ કલાકારોએ વ્યક્ત કર્યો શોક
બૉલિવુડ એક્ટર બોમન ઈરાનીએ દિયા મિર્ઝાની પોસ્ટ પર હાથ જોડતુ ઈમોજી શેર કરતા લખ્યુ - તે દિલ તોડી દેનારુ છે. તમારા શબ્દો ખૂબ મહત્વ ધરાવે છે. આશા છે કે તે જ્યાં છે ત્યાં સારી છે. હું પ્રાર્થના કરુ છુ. અભિનેતા અર્જુન રામપાલે પણ આ સમાચાર પર શોક વ્યક્ત કરતા લખ્યુ છે - દિયા, આ સાંભળીને દુઃખી છુ. તેમના આત્માને અને તમારા બધા પરિવારને સંવેદના અને પ્રાર્થના. ઓમ શાંતિ.

કાર અકસ્માતમાં તાન્યાનુ મોત
સિયાસત ડેલીના અહેવાલ મુજબ કોંગ્રેસ નેતા ફિરોઝ ખાનની પુત્રી તાન્યા કાકડે સોમવારે સવારે તેના 3 મિત્રો સાથે હૈદરાબાદના રાજીવ ગાંધી એરપોર્ટથી ઘરે જઈ રહી હતી ત્યારે તેની કાર રસ્તા પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કરથી કારમાં હાજર તમામ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી પરંતુ તાન્યાનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.

તાન્યા અને દિયા વચ્ચે હતુ આવુ બૉન્ડિંગ
મળતી માહિતી મુજબ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલિસે તાન્યાના ત્રણેય મિત્રોને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા જ્યારે તાન્યાના મૃતદેહને ઓસ્માનિયા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તાન્યા દિયા મિર્ઝાને પોતાની પ્રેરણા માને છે. બંને વચ્ચે ખૂબ જ સારુ બૉન્ડિંગ પણ હતુ. બંને એકબીજા સાથે ઘણી બધી વાતો શેર કરતા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
