માલદીવમાં હનીમૂન મનાવી રહેલી દીયા મિર્ઝાએ પુરુષોના પ્રાઈવેટ પાર્ટ વિશે કર્યુ આ ટ્વિટ, પોસ્ટ વાયરલ
માલદીવમાં હનીમૂન મનાવી રહેલી દીયા મિર્ઝાએ હાલમાં જ પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પર કમેન્ટ કરીને એક ટ્વિટ કર્યુ છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાએ પોતાની જૂની જિંદગીનુ દુઃખ ભૂલાવીને 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. ખૂબ જ સુંદર દીયા મિર્ઝાની જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તે એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. દીયા મિર્ઝા લગ્નના લગભગ એક મહિના પછી પોતાના પતિ વૈભવ રેખી સાથે હનીમૂન મનાવવા માલદીવમાં છે. માલદીવમાં હનીમૂન મનાવી રહેલી દીયા મિર્ઝાએ હાલમાં જ પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પર કમેન્ટ કરીને એક ટ્વિટ કર્યુ છે. અભિનેત્રીનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યુ છે અને યુઝર્સ દીયા મિર્ઝાને વિવિધ પ્રકારની કમેન્ટ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે.

નવ પરિણીત દીયા મિર્ઝાએ પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પર કરી દીધી કમેન્ટ
વાસ્તવમાં, દીયા મિર્ઝાએ પોતાના ટ્વિટમાં એક સંશોધન પર આધારિત સમાચારની લિંક શેર કરી. આ રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ એક શોધ કરી છે જેમાં જાણવા મળ્યુ છે કે પ્રદૂષણના કારણે પુરુષોના પ્રાઈવેટ પાર્ટ સાંકડા થઈ રહ્યા છે અને નાના થઈ રહ્યા છે અને શુક્રાણુઓમાં ઘટાડો થઈ રહ્યો છે. આ રિપોર્ટની લિંક શેર કરીને દીયા મિર્ઝાએ લખ્યુ કે, 'હવે કદાચ દુનિયા ક્લાઈમેટ ચેન્જ ક્રાઈસિસ અને એર પોલ્યુશનને વધુ ગંભીરતાથી લેશે.'

દીયા મિર્ઝાની આ પોસ્ટ પર જાણો શું બોલ્યા ફેન્સ
દીયા મિર્ઝા હાલમાં હનીમૂન પર છે તો યુઝર્સે દીયા મિર્ઝાના આ ટ્વિટને તેની સાથે જોડીને જોઈ રહ્યા છે અને વિચિત્ર કમેન્ટ કરી રહ્યા છે. સદગુરુ નામના યુઝરે લખ્યુ કે મેડમ તમારા હાલમાં જ બીજા લગ્ન થયા છે માટે હું તમારી ચિંતા સમજી શકુ છુ. વળી, એક યુઝરે લખ્યુ કે એ સાચુ છે કે હું તો ન્યુક્લીયર પાવર સ્ટેશન પાસે રહુ છે પરંતુ મારુ...એક યુઝરે સલાહ આપી કે આના માટે હોમિયોપેથી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વળી, ઘણા યુઝર દીયા મિર્ઝાને ટ્વિટ કરીને તેનો સપોર્ટ કરી રહ્યા છે.

દીયા મિર્ઝાએ હનીમૂનના ફોટા શેર કરીને પહેલા લખી હતી આ વાત
તમને જણાવી દઈએ કે દીયા મિર્ઝાએ આ પહેલા માલદીવના બીચ પર હનીમૂનના સુંદર ફોટો શેર કર્યા હતાજે તેના પતિ વૈભવે લીધા હતા. આ ફોટામાં તે લીલા રંગની બિકિની અને પ્રિન્ટેડડ સ્નગમાં સુંદર લાગી રહી હતી. ફેન્સે તેને ખૂબ જ લાઈક આપી હતી અને જોરદાર પ્રશંસા પણ કરી હતી. દીયા મિર્ઝાએ આ સુંદર ફોટા શેર કરીને લખ્યુ હતુ, 'અહીં છે અમે, એકદમ સ્વર્ગ, ખૂબ જ આવભગતની મઝા લઈ રહ્યા છે, અત્યાર સુધીની દરેક પણ ખૂબ જ મઝેદાર રહી, ફોટો તેમણે લીધા છે.'
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
