B'DaySpcl: અમદાવાદમાં શરૂ થઇ હતી રાજેશ-ડિમ્પલની પ્રેમ કહાણી

ડિમ્પલ કપાડિયાનો આજે 60મો જન્મદિવસ છે, ડિમ્પલ અને રાજેશની પ્રેમ કહાનીના રસપ્રદ કિસ્સાઓ જાણી અહીં

પોતાના જમાનાની સુપરસ્ટાર ડિમ્પલ કપાડિયાનો આજે જન્મ દિવસ છે. બોલિવૂડમાં ડિંપલે એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. અભિનયની સાથોસાથ ડિમ્પલની બોલ્ડનેસ પણ બોલિવૂડમાં ખૂબ વખાણ થાય છે. એ જમાનામાં બોલ્ડ સિન આપવા કોઇ સહેલી વાત નહોતી, આમ છતાં રૂઢિવાદી વિચારસરણીને તોડતાં ડિંપલે એ જમાનામાં ખાસા બોલ્ડ કહેવાય એવા સિન્સ ફિલ્મોમાં આપ્યા હતા.

60 વર્ષે પણ એટલી જ સુંદર

60 વર્ષે પણ એટલી જ સુંદર

8 જૂન 1957ના રોજ જન્મેલ ડિમ્પલ આજે 60 વર્ષના થયાં છે, પરંતુ તે આજે પણ એટલા જ સુંદર દેખાય છે. ફિલ્મો અને બોલ્ડ સિન સિવાય જે વાતને કારણે ડિમ્પલ ચર્ચામાં રહ્યાં એ છે રાજેશ ખન્ના. ડિંપલે માત્ર 16 વર્ષની ઉંમરે રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતાં.

પહેલી મુલાકાત અમદાવાદમાં

પહેલી મુલાકાત અમદાવાદમાં

ડિમ્પલ અને રાજેશ ખન્નાની પહેલી મુલાકાત અમદાવાદના સ્પોર્ટસ ક્લબમાં થઇ હતી, જ્યાં રાજેશ ખન્ના મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. સ્પોર્ટસ ક્લબમાં ડિમ્પલને જોતાં વેંત રાજેશ ખન્ના તેમના પ્રેમમાં પડી ગયા હતા. કહેવાય છે કે, તે સમયે ડિમ્પલ અને ઋષિ કપૂરનું બ્રેકઅપ થયું હતું, ડિમ્પલ સિંગલ હતા અને રાજેશ ખન્નાના મોટા ફેન હતા.

ત્રણ વર્ષના અફેર બાદ લગ્ન

ત્રણ વર્ષના અફેર બાદ લગ્ન

એ પછી લગભગ ત્રણ વર્ષ તેમનો અફેર ચાલ્યો અને પછી બંન્નેના લગ્ન થયા. લગ્ન સમયે ડિમ્પલ 16 વર્ષના અને રાજેશ ખન્ના 31 વર્ષના હતા. લગ્નના એક વર્ષ બાદ 17 વર્ષની ઉંમરે ડિમ્પલ માતા બન્યા અને તેમણે ફિલ્મોને અલવિદા કહી દીધું.

બૉબીના શૂટિંગ દરમિયાન લગ્ન

બૉબીના શૂટિંગ દરમિયાન લગ્ન

બૉબી ફિલ્મનું શૂટિંગ ચાલી થઇ ગયું હતું, એ દરમિયાન જ ટ્વીંકલ અને રાજેશ ખન્નાના લગ્ન લેવાયા હતા. આ ફિલ્મના એક ગીતમાં ડિમ્પલના હાથ બતાવવામાં નથી આવ્યા. એની પાછળનું કારણ હતું, ડિમ્પલના હાથની મહેંદી. લગ્ન બાદ બૉબીના શૂટિંગમાં પરત ફરેલ ડિમ્પલના હાથમાં લગ્નની મહેંદી હતી, જેના કારણે તેમના હાથ છુપાવવામાં આવ્યા હતા.

બૉબી વખતે પ્રેગનન્ટ હતા ડિમ્પલ

બૉબી વખતે પ્રેગનન્ટ હતા ડિમ્પલ

કહેવાય છે કે, ફિલ્મ બૉબીના શૂટિંગ દરમિયાન ડિમ્પલ પ્રેગનેન્ટ પણ થઇ ગયા હતા. રાજેશ ખન્ના પ્રેમથી ડિમ્પલને ડિંપી કહી સંબોધતાં અને ડિમ્પલ તેમને કાકા કહી બોલાવતા. ટ્વીંકલ અને રિંકી ખન્નાના જન્મ બાદ ડિમ્પલ માટે તેમનું ધ્યાન રાખવું વધારે જરૂરી હતું. રાજેશ ખન્ના પણ નહોતા ઇચ્છતા કે, ડિમ્પલ ફિલ્મોમાં કામ કરે.

16મો જન્મદિવસ સૌથી ખાસ

16મો જન્મદિવસ સૌથી ખાસ

ડિમ્પલ માટે કદાચ તેમનો 16મો જન્મદિવસ સૌથી ખાસ રહ્યો હશે. ડિમ્પલના 16મા જન્મદિવસે રાજેશ ખન્ના અને ડિમ્પલ હનીમૂન પર હતા અને રાજેશે હોટલમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. તે સમયે અમિતાભ અને જયા પણ લંડનમાં હનીમૂન ઉજવી રહ્યાં હતા. રાજેશ ખન્નાએ તેમને પણ આ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું.

10 જ વર્ષ ટક્યા લગ્ન

10 જ વર્ષ ટક્યા લગ્ન

જો કે, તેમના લગ્ન 10 વર્ષ જ ટકી શક્યા. ત્યાર બાદ તેઓ અલગ રહેવા માંડ્યા હતા. પરંતુ ડિમ્પલ અને રાજેશ ખન્નાએ ક્યારેય ડિવોર્સ નહોતા લીધા. રાજેશ અને ડિમ્પલ હંમેશા એકબીજાને માન આપતાં. તેઓ ભલે અલગ રહેતા હતા, પરંતુ ડિંપલે રાજેશ ખન્નાના અંતિમ શ્વાસ સુધી તેમનો સાથ આપ્યો હતો.

આજે પણ ડિમ્પલને પ્રેમ કરું છું

આજે પણ ડિમ્પલને પ્રેમ કરું છું

ડિમ્પલ અને રાજેશ ખન્ના અલગ થયાના વર્ષો બાદ રાજેશ ખન્નાએ કહ્યું હતું, હું ડિંપીને આજે પણ એટલો જ પ્રેમ કરું છું, જેટલો પહેલા કરતો હતો. ડિમ્પલ કાપડિયાએ પણ કહ્યું હતું કે, એ મારા બાળકોના પિતા છે. મારા જીવનમાં તેમનાથી વધુ ખાસ કોઇ વ્યક્તિ હોઇ જ ન શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X