What The Fish : સશક્ત વૃદ્ધાનો વેશ ધરતાં ડિમ્પલ!

મુંબઈ, 14 નવેમ્બર : અનુભવી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની આગામી ફિલ્મ વૉટ ધ ફિશો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ડિમ્પલ આ ફિલ્મમાં ઉત્તર પ્રદેશના એક વૃદ્ધાના રોલમાં નજરે પડવાના છે. ફિલ્મ આગામી 13મી ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર છે.

ડિમ્પલ કાપડિયાએ બૉલીવુડમાં રાજેશ ખન્ના સાથે બૉબી ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું. વૉટ ધ ફિશના દિગ્દર્શક ગુરમીત સિંહ છે. ગુરમીતે જણાવ્યું - વૉટ ધ ફિશ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાનો રોલ ખૂબ જ સશક્ત છે. તેઓ એકલા રહે છે. આ રોલ માટે ડિમ્પલ કાપડિયા જ સર્વશ્રેષ્ઠ હતાં. ફિલ્મનું શૂટિંગ પૂરૂ થઈ ગયું છે અને તેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થઈ ગયો છે. તેઓ કહે છે કે ડિમ્પલને ફિલ્મ માટે તૈયાર કરાવવામાં તેમને વધુ મહેનત કરવી પડી નહીં.

ડિમ્પલ કાપડિયા છેલ્લે સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણે અભિનીત કૉકટેલ ફિલ્મમાં દેખાયા હતાં. ગુરમીત સિંહે જણાવ્યું - મેં ડિમ્પલને પટકથા મોકલી અને તેમને ગમી ગઈ. તેઓ ફિલ્મમાં કામ કરવા માટે સંમત થઈ ગયાં. તેમની સાથે સમ્પર્ક સાધવામાં બહુ મુશ્કેલી ન આવી. તેઓ બહુ વિનમ્ર છે. અમે આખી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી ચુક્યાં છે. ડિમ્પલ કાપડિયા એક દિગ્ગજ અભિનેત્રી છે અને તેમની સાથે શૂટિંગ કરતા મજા આવી. ગુરમીત સિંહની છેલ્લી ફિલ્મ વૉર્નિંગ 3ડી હતી.

હૉટ બૉબી

હૉટ બૉબી

ડિમ્પલ કાપડિયાએ પોતાનું બૉલીવુડ કૅરિયર ઋષિ કપૂર સાથે બૉબી ફિલ્મ દ્વારા કર્યુ હતું. પછી તેઓ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે પરણી ગયા હતાં. જોકે બાદમાં તેઓ રાજેશથી જુદા થઈ પુનઃ બૉલીવુડમાં સક્રિય થયા હતાં.

કૉકટેલ

કૉકટેલ

ડિમ્પલ કાપડિયાએ બૉલીવુડમાં પુનઃ સક્રિય થયા બાદ પણ અનેક હિટ ફિલ્મો આપી હતી અને છેલ્લે તેઓ કૉકટેલ ફિલ્મમાં દેખાયા હતાં.

વૉટ ધ ફિશ

વૉટ ધ ફિશ

ડિમ્પલ કાપડિયા હવે ગુરમીત સિંહની વૉટ ધ ફિશ ફિલ્મમાં આવી રહ્યાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.

સશક્ત વૃદ્ધાનો રોલ

સશક્ત વૃદ્ધાનો રોલ

વૉટ ધ ફિશ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા એક સશક્ત વૃદ્ધાનો રોલ કરી રહ્યાં છે કે જે એકલી રહે છે અને પરિસ્થિતિઓ સામે ઝઝૂમે છે.

મનજોત-આનંદ

મનજોત-આનંદ

વૉટ ધ ફિશ ફિલ્મમાં ડિમ્પલ સાથે મનજોત સિંહ તથા આનંદ તિવારી પણ છે. ફિલ્મ 13મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. વધુ જાણવા ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X