દીપિકા કક્કડની પૂર્વ સાસુએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ - 'પહેલા લગ્નથી છે દીકરી, જેને બોજ સમજીને છોડી દીધી'
Dipika Kakar News: લોકપ્રિય ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ હાલમાં પોતાના પુત્ર રૂહાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેણે તાજેતરમાં રુહાનને જન્મ આપ્યો અને ત્યારથી તે વધુ સારી માતા બનવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે અભિનેત્રી વિશે એક સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે.
દીપિકા કક્કડની પૂર્વ સાસુએ અભિનેત્રી પર ઘણા આરોપો લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે, શોએબ પહેલા દીપિકાએ રૌનક સેમસન સાથે 2011માં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 4 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. ન્યૂઝ 18 અનુસાર, હવે એક મહિલા જે પોતાને તેની પૂર્વ સાસુની નજીક ગણાવે છે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ મહિલાનો દાવો છે કે અભિનેત્રીને તેના પહેલા લગ્નથી એક પુત્રી છે, જે સ્પેશિયલ ચાઈલ્ડ છે. દીપિકા તેને બોજ માનતી હતી. તેથી તેણે તેને છોડી દીધી. દીપિકાના ગયા પછી, છોકરીની સંભાળ તેના દાદા દાદીએ લીધી પરંતુ પછીથી તેઓએ તેને ગોવાના એક કેર સેન્ટરમાં મોકલી. જો કે, તેઓ તેની મુલાકાત લેતા રહે છે.
હજુ સુધી આ મામલે દીપિકા કક્કડનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે દીપિકા કક્કડ એક્ટ્રેસ બનતા પહેલા એર હોસ્ટેસ બનવા માંગતી હતી. પરંતુ તેને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી અને તેના કારણે તેણે પોતાનું સપનું છોડી દીધું હતું.
તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં, તેણે ધર્મ પરિવર્તન કર્યું અને પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા. તેણે અભિનેતા સાથે લગ્ન કર્યા બાદ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. લગ્ન પછી તેનું ઇસ્લામિક નામ બદલીને દીપિકા ફિઝા રાખવામાં આવ્યું હતું.
દીપિકા કક્કડના ટેલીવિઝન ડેબ્યૂ વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2010માં લક્ષ્મીના રોલ સાથે એન્ટ્રી કરી હતી. બાદમાં તે કલર્સ ટીવીની સીરિયલ 'સસુરાલ સિમર કા'થી ઘર-ઘરમાં જાણીતી બની. બાદમાં, વર્ષ 2018માં, તે સલમાન ખાનના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 12' ની વિજેતા પણ બની હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
