દિશા સાલિયાનના પિતાએ ત્રણ લોકો સામે કરાવી પોલિસ ફરિયાદ, આ અભિનેતાનુ પણ નામ

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહેલી દિશા સાલિયાનના પિતાએ ત્રણ લોકો સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહેલી દિશા સાલિયાનના પિતાએ ત્રણ લોકો સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. દિશાના પિતા સતીશ સાલિયાને મુંબઈના માલવાની પોલિસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં દીકરીના મોત બાદ તેના વિશે નિરાધાર અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સાલિયાને આ ફરિયાદ ત્રણ લોકો સામે કરાવી છે. આ ત્રણ નામ પુનીત વસિષ્ઠ, સંદીપ મલાન અને નમન શર્મા છે. આમના પર દિશા સાલિયાનના મોત વિશે વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિશા સાલિયાને મુંબઈમાં કથિત રીતે 8 જૂને આત્મહત્યા કરી લીધી હતી.

અભિનેતા પુનીત વસિષ્ઠ સામે ફેસબુક પોસ્ટ માટે ફરિયાદ

અભિનેતા પુનીત વસિષ્ઠ સામે ફેસબુક પોસ્ટ માટે ફરિયાદ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના ફ્લેટમાં મૃત મળ્યા હતા. આના એક સપ્તાહ પહેલા તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનુ મોત થયુ હતુ. સુશાંતના મોત બાદ ઘણા લોકોએ આમાં ઘણા પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. અભિનેતા પુનીત વસિષ્ઠે આમાં સૂરજ પંચોલીનુ નામ પણ જોડ્યુ હતુ. હવે સૂરજ પંચોલી અને દિશા સાલિયાનના પરિવારે અભિનેતા પુનીત વસિષ્ઠ સામે ફરિયાદ નોંધાવી છે. પુનીત વસિષ્ઠે 30 જૂને સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોત કેસમાં સૂરજ પંચોલીનુ નામ જોડ્યુ હતુ. આ વિશે તેમની સામે ફરિયાદ થઈ છે.

દિશાના માતાપિતા કરી ચૂક્યા છે દીકરીને બદનામ ન કરવાની અપીલ

દિશાના માતાપિતા કરી ચૂક્યા છે દીકરીને બદનામ ન કરવાની અપીલ

દિશા વિશે ઘણા પ્રકારના નિવેદન અપાયા બાદ ગયા અઠવાડિયે દિશા સાલિયાના માતાપિતાએ મૌન તોડીને કહ્યુ હતુ કે તેમની દીકરીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમનુ કહેવુ છે કે પોતાના ફાયદા માટે અમારી દીકરીને બદનામ ન કરો. તે અમારુ એકમાત્ર સંતાન હતી. અમે અમારા એકમાત્ર સંતાનને ખોઈ દીધુ છે. હવે લોકો એની છબીને ખરાબ કરી રહ્યા છે. આ રીતે અમને ત્રાસ આપીને અમને મારી નાખવા માંગો છો. અમારુ ભારતના લોકોને, બધા મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય બધાને કહેવુ છે કે બધુ ખોટુ છે. બધા સમાચારો નકલી અને માત્ર અફવાઓ છે.

સીબીઆઈને મળી સુશાંત કેસની તપાસ

સીબીઆઈને મળી સુશાંત કેસની તપાસ

દિશા સાલિયાને આઠ જૂને કથિત રીતે એક બિલ્ડીંગમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મોતના બરાબર એક સપ્તાહ બાદ સુશાંત સિંહ રાજપૂતનુ શબ તેમના ઘરમાં મળ્યુ હતુ. પોલિસે જણાવ્યુ હતુ કે તેમણે પણ આત્મહત્યા કરી હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર અને અમુક ટીવી ચેનલોએ સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોતને એકબીજાથી જોડીને બતાવ્યુ. એક ભાજપ નેતાએ દિશા સાથે બળાત્કાર બાદ તેની હત્યાની પણ વાત કહી. ત્યારબાદ પરિવારે આ બધુ બંધ કરવાની અપીલ કરી. વળી, હવે પરિવાર પોલિસ પાસે પહોંચ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X